અમદાવાદ: જાણીતી એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત, કારણ હતું આવું

અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. ફાઈનલ પરીક્ષા શરૂ થઈ હતી પણ તે વિદ્યાર્થી પરીક્ષા આપવા ન ગયો અને આપઘાટ કરી લીધો હતો. મળતી માહિતી મુજબ આપઘાત કરતાં પહેલા યુવકે પોતાનો ફોન ફોર્મેટ કરી દીધો હતો અને કોઈ સુસાઇડ નોટ પણ છોડી ન હતી. આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.
વિગતે વાત કરીએ તો એલડી એન્જિનિયરિંગની હોસ્ટેલના B બ્લોકમાં 238 નંબરના રૂમમાં દિવ્યેશ ઘોઘારી નામના વિદ્યાર્થીએદોરી વળે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેનો રૂમમેટ આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી શંકા જતાં બારીમાંથી જોયું હતું જેમાં દિવ્યેશે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું જેથી સિક્યુરિટી ગાર્ડને જાણ કરી હતી.
બાદમાં આ બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ પહોંચી ગઈ હતી અને સગીરના મૃતદેહને ઉતારી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતકના પરિવારને જાણ કરવામાં આવી અને મૃતકના પરિવારને પણ આપઘાત અંગે પૂછવામાં આવશે તેવું પોલીસ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ મૃતક ટેક્સટાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને મુળ સુરતનો રહેવાસી છે. સોમવારે જ તે સુરતથી આવ્યો હતો. મળતી માહિતી મુજબ સુરતમાં તેને પ્રેમ પ્રકરણ બાબતે એક સગીરા સાથે બોલાચાલી થઈ હતી. આ કારણે પણ આવું પાલું ભર્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.