હોસ્ટેલમાં રહીને ભણતી વિદ્યાર્થીનીને વિજ કરંટ લાગતા નીપજ્યું મોત, શાળા અને વિદ્યાર્થીનીના પરિવારજનો શોકમાં ગરકાવ
વડોદરાથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરાના જિલ્લા સાવલી તાલુકાના લસુન્દ્રા નામના ગામ ખાતે આવેલ લસુન્દ્રા પાઠશાળા નામની હોસ્ટેલમાં રહીને 10માં ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. ત્યારે હોસ્ટેલ સંચાલકોએ કહ્યું છે કે એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થિનીને વીજ કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું છે. ત્યારે હાલ તો વિદ્યાર્થીનીનું મોત નિપજવા ના કારણે શાળા અને વિદ્યાર્થિનીના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક અસરથી વિદ્યાર્થિનીના મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના બાંસવાડાની અને હાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામ ખાતે આવેલ પાઠશાલા નામની હોસ્ટેલમાં રહીને 10માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષની ઉંમરની ખુશી નામની વિદ્યાર્થિનીનું મોત થતાં સમગ્ર વડોદરામાં ચકચાર મચી ગઈ છે. લસુન્દ્રા સ્કૂલ તેમજ હોસ્ટેલ ના સંચાલકોએ આ મામલે જણાવ્યું કે, રવિવારની રજા હોવાના કારણે વિદ્યાર્થીઓ બહારની બાજુ રમી રહ્યા હતા અને એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ખુશી પણ આ કાર્યક્રમમાં અન્ય વિદ્યાર્થિનીઓ સાથે હાજર હતી. આ દરમિયાન એક બાળકીએ આવીને અમને જણાવ્યું કે ખુશીને કંઇક થઈ ગયું છે. જેથી અમે ખુશીને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ ત્યાં પહોંચતા જ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ખુશીને મૃત જાહેર કરી દીધી હતી.
નોંધનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ ઘટનાની જાણ થતા મંજુસર પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને સાવલીની જન્મોત્રી હોસ્પિટલમાં ખુશીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે મંજુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જો કે, જાણવા મળ્યું છે કે બાળકો જે જગ્યાએ રમી રહ્યા હતા ત્યાં પાણી ભરાયું હતું અને કોઈ વાયર માં ક્રેક પણ હતો.