GujaratAhmedabad

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી ફરી…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. તેમ છતાં ચૂંટણીના લીધે વેકેશનની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે 9 મેથી વેકેશન શરૂઆત થશે, જે 12 જૂન સુધી રહેવાનું છે. શિક્ષકો ચૂંટણી કામગીરીમાં જોડાયેલા હોવાના લીધે વેકેશનમાં ફેરફાર કરાયો છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડ હસ્તકની સ્કૂલોમાં અગાઉ 6 મે થી 9 જૂન સુધી વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ ઇલેક્શના લીધે શિક્ષકો ચૂંટણી કામગીરીમાં હોવાના લીધે 7 મે બાદ ચૂંટણી કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવશે. તેની સાથે 6 મેની જગ્યાએ 9 મેથી ઉનાળુ વેકેશન શરૂઆત થશે, જે 12 જૂન સુધીના રહેવાનું છે. 13 જૂનથી રાબેતા અનુસાર સ્કૂલની શરૂઆત થશે અને સ્કૂલમાં નવા શૈક્ષિણક સત્રની શરૂઆત થશે. મહત્વની વાત એ છે કે, આ અગાઉ ચૂંટણીના લીધે ગુજરાત યુનિવર્સિટી અને ગૂજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વેકેશનની તારીખમાં પણ ફેરફાર કરાયો હતો.

તેની સાથે ગુજરાત યુનિવર્સિટીમાં 1 મેથી 15 જૂન સુધી વેકેશન જાહેર કરાયું હતું. પરંતુ ઇલેક્શનના લીધે અધ્યાપકો ચૂંટણી કામગીરીમાં હોવાના લીધે વેકેશનના સમયમાં ફેરફાર કરી 9 જૂનથી વેકેશન શરૂ કરવા માગ કરાઈ હતી. જેને માન્ય રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા વેકેશનની નવી તારીખ જાહેર કરાઈ છે. આ અનુસાર 9 મે થી 26 જૂન સુધી વેકેશન રહેવાનું છે. તેની સાથે ગુજરાત યુનિવર્સિટી ભવનના અધ્યક્ષ, અનુસ્નાતક વિભાગના વડા, સંલગ્ન કોલેજોના અધ્યાપકો સહિતનાઓ માટે ઉનાળુ વેકેશન 9 મે થી 23 જૂન સુધી રહેવાનું છે.

આ અગાઉ ગુજરાત યુનિવર્સિટીનું વેકેશન 1 મે થી શરૂ થશે તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ અધ્યાપક મંડળ દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરાઈ હતી. તેના લીધે કુલપતિ દ્વારા આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે.