GujaratAhmedabad

સુનીતા કેજરીવાલ પતિના બદલે ગુજરાતમાં પ્રચારમાં : કહ્યું મારા પતિને જુઠ્ઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવાયા

લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાના મતદાનના ગણતરીના દિવસો બાકી રહેલા છે. ત્યારે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના પ્રચારમાં સ્ટાર પ્રચારકો પ્રચાર કરી ઉમેદવારોના જીતની માંગ કરવામાં આવી રહી છે. એવામાં 15 ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર બોટાદ ખાતે સુનિતા કેજરીવાલ પ્રચાર માટે પહોંચ્યા હતા. તેમના દ્વારા જંગી રોડ શો યોજી ઉમેશ મકવાણાને પ્રચંડ બહુમતીથી જીત અપાવવા અપીલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ભાવનગર-બોટાદ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના પ્રચાર માટે સુનિતા કેજરીવાલ બોટાદ પહોંચ્યા હતા. જ્યોતિગ્રામ સર્કલથી ભવ્ય રોડ શો યોજી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેની સાથે આદમી પાર્ટીના ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ જગમાલભાઇ વાળા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીની સાથે સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા.

તેની સાથે ભવ્ય રોડ શો દરમિયાન સુનિતા કેજરીવાલ દ્વારા લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જબરદસ્તીથી જુઠ્ઠા કેસમાં ફસાવીને જેલમાં ધકેલી દેવાયા છે. દેશના લોકો ખૂબ જ સમજદાર રહેલ છે તેના માટે લોકો કેજરીવાલ વિરુદ્ધના આ ષડયંત્રનો જવાબ વોટથી આપશે. તેમજ જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ એક સાવજ છે, તેને કોઈ ઝુકાવી શકે નહીં. દેશ તાનાશાહી તરફ જઈ રહ્યો છે. ત્યારે આ ચૂંટણી દેશ અને લોકતંત્ર બચાવવાની લડાઈ રહેલ છે.

આ સિવાય વધુમાં તેમણે જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં ફ્રી વિજળી આપવામાં આવી, સારી સરકારી શાળાઓ, શ્રેષ્ઠ હોસ્પિટલો બનાવવામાં આવી, લોકોને મફતમાં ઉત્તમ શિક્ષણ અને વર્લ્ડક્લાસ આરોગ્ય વ્યવસ્થા આપવામાં આવી છે. જે ભાજપ સરકાર કરી શકી નથી અને જો અહીં અમારી સરકાર બનશે તો આ દિલ્હીની માફક ગુજરાતમાં પણ સુવિધા લોકોને આપવામાં આવશે. આમ વિવિધ મુદ્દે પ્રચાર કરી ઝાડુ પર બટન દબાવીને ઉમેશ મકવાણાને સાંસદ બનાવવા તેમના દ્વારા અપીલ કરવામાં આવી હતી.