AhmedabadGujarat

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં વાવાઝોડાના અણસાર? જાણી લો આગાહી

ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેના લીધે લોકોને ગરમી અને વરસાદ બંનેનો અહેસાસ થઈ રહ્યો છે. તેમ છતાં ઉનાળા સક્રિય થતા હવે ગરમીનો પારો પણ ચડ્યો છે. જયારે હવે બંગાળની ખાડીમાં આ વર્ષનું સૌ પ્રથમ વાવાઝોડું આવવાનું છે તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે ચોમાસા પહેલા બંગાળની ખાડીમાં ગીતીવિધીઓનું શરૂઆત થઈ ગઈ છે.

હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ ભયંકર તોફાનમાં ફેરવાઈ શકે છે અને તેમાં હવાની ઝડપ 150 કિલોમીટર પ્રતિકલાકને પાર જઈ શકે છે. સોમવારના દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેશરનું ક્ષેત્ર રહ્યું હતું. મોકા સાયક્લોન 12 મેની આજુબાજુ બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા રહેલી છે.

ચોમાસા પહેલા જ સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ભારતના દરિયામાં વાવાઝોડું  આવતું હોય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા જ આવેલાં વાવાઝોડાએ વિનાશના સંકેત આપ્યા છે. જ્યારે મોકા સાયક્લોનની અસર પશ્ચિમ બંગાળ પર કેવી રહેશે તેના પર નિર્ભર રહેશે  છે કે આ તોફાન દરિયાકાંઠાના વિસ્તારોથી બાંગ્લાદેશ તરફ આગળ વધીને કેટલું દૂર રહેવાનું છે.

આ પણ વાંચો: ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી, આ તારીખથી શરૂ થશે ચોમાસુ

હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે. આ સિવાય 8 થી 12 મેની વચ્ચે અંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક પર્યટન અને શિપિંગને મર્યાદિત કરવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફક્ત 2 સળિયાની મદદથી પેટાળમાંથી પાણી શોધવાની રીત અંબાલાલ પાસેથી જાણો, જુઓ લાઈવ

તેની સાથે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાં સામાન્ય રીતે ત્રણ દેશોને અસર કરે છે. ખાડીમાં બનતું વાવાઝોડુ ભારત, બાંગ્લાદેશ અને મ્યાનમાર પર ત્રાટકે છે. વાવાઝોડું કઈ તરફ જશે તે વિવિધ હવામાનના આધારે નક્કી થાય છે. તેમ છતાં વિશ્વભરના આ મોડલો વાવાઝોડાનો જુદો જુદો માર્ગ જણાવી રહ્યા છે.

હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિ પ્રમાણે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકિનારે ત્રાટકે તેવી શક્યતા રહેલી છે. વિવિધ મોડલો જે દર્શાવી રહ્યાં છે તે અનુસાર હાલ મ્યાનમાર પર ખતરો મંડરાઈ રહ્યો છે એટલે કે વાવાઝોડું તે તરફ આગળ વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. તેમ છતાં ઉનાળામાં સર્જાતાં વાવાઝોડાનો માર્ગ પહેલાંથી નક્કી કરવો ખૂબ મુશ્કેલ રહેલ છે. ઘણી વખત એવું પણ બને છે કે, વાવાઝોડું સર્જાયા બાદ તેનો માર્ગ ફેરવી લે છે.

તેમ છતાં ગુજરાત અરબી સમુદ્રના કિનારે આવેલ છે અને આ વાવાઝોડું બંગાળની ખાડીમાં આવવાનું છે. તેના લીધે ગુજરાતને તેની કોઈ અસર થવાની નથી. બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાની અસર ગુજરાત પર થતી નથી. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં ગુજરાત તરફ આવે છે અને તેની સીધી અસર થતી હોય છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતને કોઈ અસર નહીં થાય, તેના કારણે રાજ્યમાં વરસાદ થવાની પણ શક્યતા રહેલી નથી.

રાજ્ય પર તેની વિપરિત અસર થવાની શક્યતા રહેલી છે વાવાઝોડાને કારણે અરબી સમુદ્રના પવનો પણ બંગાળની ખાડી તરફ જશે અને તેના લીધે ભેજ પણ તે તરફ કેન્દ્રીત થશે. તેના લીધે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા રહેલી છે.હાલમાં જ ગુજરાતમાં થઈ રહેલો કમોસમી વરસાદ પણ હવે બંધ થઈ જશે અને રાજ્યમાં હવે ઉનાળાની શરૂઆત થઈ જશે.