અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને લઈને નવા-નવા ખુલાસો થઈ રહ્યા છે. આપણે બધા જાણીએ છીએ કે, ઇસ્કોન બ્રિજ પર અકસ્માત પહેલા તથ્ય પટેલ દ્વારા સિંધુભવન રોડ પર થાર ગાડી વડે અકસ્માત સર્જ્યો હતો. હવે આ બાબતમાં વધુ એક મોટો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, તથ્ય પટેલ દ્વારા 31 ડિસેમ્બર 2022 ના રોજ મોડી રાત્રીના અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તથ્ય પટેલ દ્વારા શિલજ રોડ પર જેગુઆર કાર થાંભલા પર ચડાવી દેવામાં આવી હતી. આ અકસ્માત સમયે તથ્ય તેના મિત્રો સાથે રહેલો હતો. પોલીસ દ્વારા તપાસ કરતા આ જાણકારી સામે આવી છે. જેગુઆર કંપનીમાં નો-ક્લેમ ઈન્શ્યોરન્સ તપાસમાં આ ઘટનાની જાણકારી સામે આવી છે. ત્યારે પણ ગાડી ઓવર સ્પીડમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હતો. તેમ છતાં તે ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નહોતી.
તેની સાથે તમને જણાવી દઈએ કે, તાજેતરમાં તથ્ય પટેલનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં 15 દિવસ અગાઉ થાર ગાડી લઈને નીકળેલા તથ્ય પટેલ દ્વારા દીવાલમાં કાર ઘુસાડી હોવાની જાણકારી સામે આવી હતી. સિંધુ ભવન રોડ પરના આ ઘટનાના CCTV સામે આવ્યા છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ બાબતમાં સમાધાન થતા કેસ દાખલ કરવામાં આવ્યો નહોતો.
નોંધનીય છે કે, અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર જેગુઆર ગાડી ના અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તથ્ય પટેલને માર મારવામાં આવ્યો હતો. તે સમયનો તથ્યનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તથ્ય બોલતો જોવા મળ્યો હતો. ગાડીની 120 ની સ્પીડ પર રહેલી હતી. અરે મારા ભાઈ સાચે જ દેખાયું નહોતું. દેખાયું હોત તો બ્રેક ના મારત.. જ્યારે હવે FSL નો રિપોર્ટ સામે આવી ગયો છે. તથ્ય પટેલની જેગુઆર કારની ૧૪૨.૫ ની સ્પીડ પર હોવાનો FSL રિપોર્ટમાં જાણકારી સામે આવી છે. આ સિવાય કોર્ટમાં દ્વારા તથ્ય પટેલના 24 જુલાઈની સાંજે ચાર કલાક સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તથ્યને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. હવે તથ્યને સાબરમતી જેલમાં રખાશે. ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલના પિતાને પણ જેલ ભેગા કરી દેવાયા છે.