GujaratAhmedabad

ST બસ અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, બે સગા ભાઈ સહિત ત્રણના કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઇ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતના બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક વડોદરા હાઈવે પાસેથી સામે આવ્યો છે.

વડોદરા હાલોલ રોડ પર એસટી બસ અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ નજીક આ અકસ્માત થયો હતો. આ સમગ્ર ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. હાલોલ તરફ જતી બસ દ્વારા બાઈક સવારને અડફેટે લેવામાં આવ્યો હતો. અકસ્માત સર્જાતા જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ એસટી બસ ગાંધીનગરથી પાવાગઢ તરફ જઇ રહી હતી. આ બસ દ્વારા કોટમબી કામરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે બાઇકને અડફેટે લેવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ લોકોમાંથી બે સગા ભાઇ હોવાની જાણકારી સામે આવી છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને તેમના દ્વારા તાત્કાલિક 108ની ટીમને અને પોલીસ જાણ કરાઈ હતી.

તમને જણાવી દઈએ કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવાનો એક જ ગામના રહેલા હતા અને તેમાંથી બે યુવકો સગા ભાઇ પણ હતા. જ્યારે ત્રણેય ખાસ મિત્રો હોવાની પણ જાણકારી સામે આવી છે. અકસ્માતના લીધે સમગ્ર ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. પોલીસ દ્વારા ત્રણેય યુવાનોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.