GujaratMehsanaNorth Gujarat

પાટણ-શિહોરી હાઈવે પર સર્જાયો ભયંકર અકસ્માત, ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ મિત્રોના કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત પાટણ – શિહોરીથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મજુબ, પાટણ – શિહોરી હાઈવે પર ભુતિયાવાસણા નજીક બાઈકને આઈસરની ટક્કર વાગતા ભયંકર અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી છે. ભુતિયાવાસણા નજીકથી બાઈક પર સવાર થઈને ત્રણ યુવકો જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા ડમ્પર દ્વારા ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બે યુવકોના ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે એક યુવકને સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતની વાત કરીએ તો, સરસ્વતીના અઘાર ગામના અદુજી બચુજી સોલંકી, જગતસંગ પ્રહેલાદસંગ સોલંકી અને અર્જુનસિંહ સોલંકી ત્રણેય મિત્રો મોડી રાત્રીના પાટણથી પોતાના ઘરે જવા માટે પાટણ-શિહોરી હાઈવેથી આવી રહ્યા હતા. તે સમયે ભુતિયાવાસાણા ગામ પાસે ફૂલ ઝડપે આવી રહેલા અજાણ્યા ડમ્પર ચાલક દ્વારા બાઈકને ટક્કર મારવામાં આવતા ત્રણેય યુવકો રસ્તા પડી ગયા હતા. તે કારણોસર બે યુવકોને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે એક મિત્રની હાલત ગંભીર હોવાના લીધે તેને 108 દ્વારા સ્થળ પર જ સારવાર આપવામાં આવી પરંતુ તે હોસ્પિટલ પહોંચે પહેલા તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણકારી મળતા જ સરસ્વતી પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહ પર કબજો મેળવી પીએમ અર્થે નજીકની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આ મામલામાં મૃતકના મોટા ભાઈ મહેન્દ્રસિંહ રેવાજી સોલંકી દ્વારા અજાણ્યા ડમ્પર સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી કે.