GujaratMehsanaNorth Gujarat

મહેસાણામાં એસટી બસ અને આઈસરનો સર્જાયો ભયંકર અકસ્માત, એક મહિલાનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત મહેસાણાથી સામે આવ્યો છે.

મહેસાણાના વસાઈ નજીક એસ.ટી બસ અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભુજ-ખેડબ્રહ્મા રૂટની એસ.ટી બસ રોડના કિનારે બંધ પડેલા આઈસર પાછળ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટક્કર એટલી જોરદાર હતી કે આઈસરનો પાછળનો ભાગ બસના આગળના ભાગમાં અંદર સુધી ઘુસી ગયો હતો. જેમાં કંડક્ટર સહિત બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, તેમાં એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતના પેટ્રોલપંપ સંચાલકોએ 2000 ની ચલણી નોટને લઈને લીધો સૌથી મોટો નિર્ણય

પ્રાપ્ત માહિતી મુજબ, વસાઈ પાસે ભૂજથી ખેડબ્રહ્મા રૂટની બસ અચાનક આઈસરની પાછળ ટકરાઈ ગઈ હતી. જેમાં એક મહિલા મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે મુસાફરોને બહાર કાઢવા માટે બસના દરવાજાને કાપવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ બસમાંથી મુસાફરોને બહાર કઢાયા હતા. બીજી તરફ આઈસરનો કેટલોક ભાગ બસની અંદર સુધી ઘુસી ગયો હતો. જ્યારે આ ભયંકર અકસ્માતમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે.