);});
GujaratAhmedabad

ખેડામાં એકટીવા અને ક્રેઇન વચ્ચે ભયંકર અકસ્માત, એકટીવા ચાલકનું કરૂણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ખેડાથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ખેડાના ઠાસરામાં એક્ટિવા અને ક્રેઈન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યો છે. જ્યારે આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે,  આ ઘટનાની જાણકારી મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.

આ મામલામાં ખેડા જિલ્લાના ઠાસરા માં કલસરથી નેસ તરફ જવાના માર્ગ પર એક્ટિવા અને હાઇડ્રા ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર બાદ એકટીવા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં તથા મૃતકના પરિવારજનો માં ભારે આક્રોશ રહેલો છે.

તમને જણાવી દઈએ કે, આણંદના મોગરીગામનાં વતની એકટીવા ચાલક કનુભાઈ પરમાર કાલસર અને નેસ રોડ પર સાઈડમાં ઉભેલા હતા. તે સમયે હાઈડ્રા ક્રેન દ્વારા ટક્કર મારવામાં આવતા તે સતા પર પટકાયા હતા. તેના લીધે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.