AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને લઈને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સંભળાવશે ચુકાદો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ ઝડપે આવી રહેલી જેગુઆર કાર દ્વારા ૨૨ લોકોને અડફેટે લેવામાં આવતા નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ અકસ્માત તથ્ય પટેલ દ્વારા સર્જવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માત બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઇ ગયા હતા. તેની સાથે આ દરમિયાન તેમના દ્વારા ત્યાં રહેલ લોકોને ધમકાવ્યા પણ હતા. આ કારણોસર પ્રજ્ઞેશ પટેલને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. એવામાં પ્રજ્ઞેશ પટેલ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી.

જ્યારે જાણકારી સામે આવી છે કે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે મીરઝાપુર અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો કરાશે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીના તમામ પક્ષકારી સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, અકસ્માતના બનાવ બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળ પર લઈને ચાલ્યા ગયા હતા. તેની સાથે તેમના દ્વારા ત્યાં હાજર રહેલા લોકોને ધમકાવવામાં પણ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર એક અઠવાડિયા પહેલા મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ અકસ્માતમાં આરોપી કાર ચાલક તથ્ય પટેલની અને ઘટનાસ્થળ પર આવીને લોકોને ધમકાવવા આરોપમાં પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પ્રજ્ઞેશ પટેલે જામીન મેળવવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટ તેને લઈને ચુકાદો આપવામાં આવ્યો ન હતો. તેમ છતાં આજે કોર્ટ દ્વારા તેમના જામીનને લઈને ચુકાદો આપવામાં આવશે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, તથ્યના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા પોતના પુત્રના ગુનાઓ દબાવવા માટે દર વખતે તેને ખોટું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેના લીધે તેમના પુત્ર તથ્યને આવા અકસ્માતના ગુના કરવાની ટેવ પડી ગયેલ છે. જેમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં અંતે 9 નિર્દોષ લોકોના તથ્ય પટેલ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા હતા.