Advertisement
GujaratAhmedabad

પ્રેમીને પામવા ગેલી બનેલી યુવતી સાથે જ્યોતિષે કર્યું એવું કે…

અમદાવાદ શહેરમાં વસવાટ મરતી એક યુવતી સાથે જ્યોતિષે ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. જ્યાં જ્યોતિષ વિધિ કરવાના નામે યુવતી પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતના દાગીના લઈને ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર કિસ્સાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરતી 21 વર્ષની ઉંમરની એક યુવતી અભ્યાસની સાથે સાથે દવાની કંપનીમાં સેલ્સનું કામ પણ કરે છે. ત્યારે આ યુવતી પોતાની સાથે જ નોકરી કરી રહેલ એક યુવક સાથે પરિચયમાં આવી અને પછી તે પરિચય પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. બાદમાં બંને જણા એકબીજાને અવાર-નવાર મળતા રહેતા હતા. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે કોઇ કારણસર મનદુઃખ થતા બ્રેકઅપ થઇ ગયું હતું. પરંતુ યુવતી યુવકને ખૂબ પ્રેમ કરતી હતી જેથી તે તેનાં પ્રેમી સાથે વાત કરવા માંગતી હતી. આ સમય દરમ્યાન એકાદ મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઉપર યુવતીનો જ્યોતિષ રાણાભાઇની સાથે પરિચય થયો હતો. આ જ્યોતિષએ પોતાનો મોબાઇલ નંબર આપી પોતે શાસ્ત્રીનગર રહેતો હોવાનું જણાવ્યું હતું તેમજ તે જ્યોતિષ વિધિનો જાણકાર છે તેવું કહ્યું હતું. ત્યારે યુવતીએ પોતાના બ્રેકઅપ વિશે જ્યોતિષને જણાવ્યું અને કહ્યું કે હું તે યુવકને ખૂબ પ્રેમ કરું છું. મારે તેની સાથે આગળ સબંધ રાખવો છે. માટે અમારી બંને વચ્ચે બધું જ સારું થઈ જાય તેવુ કરી આપો તેવું તેણે જ્યોતિષને જણાવ્યું હતું. જે બાદ જ્યોતિષ રાણાભાઇએ યુવતીનો વિશ્વાસ કેળવ્યો અને જણાવ્યું કે, તમારે જો બધું જ સારું કરવું હોય તો તે માટે સોનાની વસ્તુમાં વિધિ કરવી પડશે. ત્યારે યુવતીએ પોતાના પ્રેમને પામવા માટે જ્યોતિષની વાત માની લીધી અને વિધિ કરાવવા માટે તે તૈયાર થઈ ગઈ હતી.

નોંધનીય છે કે, યુવતી વિધિ કરાવવા તૈયાર થઇ જતા રાણાભાઇએ યુવતીને ફોન કરીને અમદાવાદ સાબરમતી રેલવે સ્ટેશનની સામેની બાજુ બોલાવી હતી. યુવતી ત્યાં પહોંચી અને જ્યોતિષ રાણાભાઇ જ્યોતિષ મળી હતી. ત્યારે સોનાની વસ્તુમાં વિધિ કરવાનું કહીને રાણાભાઈએ યુવતી પાસેથી હાથમાં પહેરવાનું સોનાનુ બ્રેસ્લેટ, લક્કી તેમજ સોનાની ચેન એમ કુલ મળીને 80 હજાર રૂપિયાના દાગીના લઈ લીધા અને કહ્યું કે એક કલાકની વિધિ કરીને હું આ દાગીના પાછા આપી દઈશ. જો કે, રાણાભાઇ જ્યોતિષ એક કલાક પછી પણ પરત ન આવતા યુવતીએ જ્યોતિષને ફોન કર્યો પરંતુ તેઓ અત્યારે વિધિ ચાલુ છે વિધિ પૂરી થશે એટલે તમારા દાગીના તમને પરત આપી દઈશ તેમ કહી બહાના બતાવવા લાગ્યો હતો. છેલ્લે યુવતીને એહસાસ થયો કે તેની સાથે ઠગાઈ થઈ ગઈ છે. ત્યારે યુવતીએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો મામલે પોલીસે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.