AhmedabadGujarat

રાજ્યના શિક્ષકોને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, બદલી કેમ્પોની તારીખ જાહેર

રાજ્યના શિક્ષકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો તેમની બદલીની માંગણીને લઇને હેરાન થઈ રહ્યા હતા. જ્યારે આ બાબતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં બદલી ઈચ્છતા શિક્ષકોને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતમાં આગામી ત્રણ જૂનના રોજ જિલ્લામાં અરસપરસ બદલી કેમ્પ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.

તેની સાથે ગુજરાતના શિક્ષકો કોઈ પણ જિલ્લામાં અરસપરસ બદલી કેમ્પમાં બદલીની મંજૂરી પ્રાપ્ત કરનાર શિક્ષકોને છ જૂનના રોજ ઓર્ડર આપી દેવાશે. જ્યારે અરસપરસ બદલી ઈચ્છતા શિક્ષકોની અરજી ના મંજૂર કરવામાં આવે તો તેમને તેનું કારણ પણ અપાશે. ગાંધીનગરમાં જિલ્લા અરસપરસ શિક્ષક બદલી કેમ્પનું આયોજન કરાશે. સામાન્ય રીતે પ્રતિ વર્ષે 31 માર્ચ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરવામાં આવી નથી. તેમ છતાં આ વખતે મોડું થયું છે.

જ્યારે ત્રીસ હજાર કરતા વધુ ઓનલાઇન બદલીની પ્રક્રિયા પૂર્ણ કરી ચુકેલા શિક્ષકોની બદલી કરવામાં આવશે. નવા નિયમોના આધારે ઠરાવ બહાર પાડવામાં આવશે. વેકેશન ખુલતા પહેલા બદલી કેમ્પનું આયોજન કરાશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સતત પ્રયત્ન તથા આઠ જેટલી શિક્ષણ વિભાગ અને મંત્રીઓ સાથે થયેલ બેઠકો બાદ નવા નિયમો સાથે ઠરાવ તૈયાર કરાયો છે. જેને સરકાર દ્રારા બહાર પડાશે. આ નવા ઠરાવ મુજબ જિલ્લા ફેર બદલી, લુકા બદલી, આંતરીક બદલી તથા અરસપરસ બદલીને સામેલ કરવામાં આવી છે.