BollywoodIndiaNews

કેન્સર પીડિતા પોતાના જીવનના અંતિમ દિવસો ગણીને મરતા પહેલા કિંગ ખાન સાથે આ કામ કરવા માંગે છે

હિન્દી સિનેમાના કિંગ ખાન શાહરૂખ ખાને (Shah Rukh Khan) 4 વર્ષની લાંબી રાહ બાદ ફિલ્મ ‘પઠાણ’થી કમબેક કર્યું છે. શાહરૂખની આ ફિલ્મને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. શાહરૂખ ખાનની ઘણી ફેન ફોલોઈંગ છે. ચાહકો તેમના જીવનમાં ઓછામાં ઓછા એક વખત તેને મળવા માંગે છે. શાહરૂખ ના અનેક ચાહકો તેમના ઘર બહાર એક ઝલક માટે પણ રાહ જોતા હોય છે ત્યારે એક કેન્સર પીડિત છે જે કિંગ ખાનને એક વાર મળવાનું સપનું જોઈ રહ્યા છે.

પશ્ચિમ બંગાળની રહેવાસી શિવાંગી ખરદાહ કેન્સરના છેલ્લા સ્ટેજ પર છે. ડૉક્ટરે પણ તેમને આ વાત જણાવી દીધી છે. દરમિયાન તેની છેલ્લી ઈચ્છા મૃત્યુ પહેલા કિંગ ખાનને મળવાની છે. શિવાનીએ શાહરૂખ ખાનની અત્યાર સુધીની તમામ ફિલ્મો જોઈ છે. એટલું જ નહીં, તે શાહરૂખ ખાનને એકવાર મળવા માંગે છે અને તેને બંગાળી ભોજન ખવડાવવા માંગે છે.

આ પોસ્ટ જોઈને ફેન્સ ખૂબ જ ભાવુક થઈ રહ્યા છે. તેમજ તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. આ પોસ્ટ પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું પ્રાર્થના કરીશ કે તમારી આ ઈચ્છા ચોક્કસથી પૂરી થાય.

આ પણ વાંચો: મહેસાણામાં એસટી બસ અને આઈસરનો સર્જાયો ભયંકર અકસ્માત, એક મહિલાનું કરૂણ મોત

આ પણ વાંચો: સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને વર અને કન્યા એમ બંને પક્ષોએ આયોજકોનો લીધો ઉધળો

શાહરૂખ ખાન અને તાપસી પન્નુની ફિલ્મ ડંકી 22 ડિસેમ્બર 2023ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ પણ જોવા મળવાનો છે. આ જ ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ, નયનતારા, વિજય સેતુપતિ, સંજય દત્ત અને સુનીલ ગ્રોવર પણ જોવા મળશે.