બુટલેગર સાથે ઝડપાયેલ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન કોર્ટે કર્યા નામંજુર
કચ્છનાં ભચાઉમાં થોડા દિવસો પહેલા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવી ઘટના સામે આવી હતી. આ બાબતમાં પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરી છે. ભચાઉની નીચલી કોર્ટે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં સીઆઈડી ક્રાઇમની પૂર્વ કોન્સ્ટેબલને જામીન આપવામાં આવ્યા હતા. તે જામીન આજે ભચાઉની સેશન્સ કોર્ટ દ્વારા ફગાવીને ફરીથી તેમની ધરપકડ કરવા માટેનો આદેશ આપ્યો છે.
ઘટનાને લઈને જણાવી દઈએ કે, પોલીસની ટીમને બાતમી મળી હતી કે, એક સફેદ કારમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. ત્યાર બાદ પોલીસ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઈ જવાના ભયથી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજ સિંહ દ્વારા પોતાની કાર સ્થાનિક પોલીસ પર કાર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક પોલીસ દ્વારા બન્ને ને ઝડપી પાડ્યા અને કારની તપાસ કરી તો તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરની કારમાંથી વિદેશી દારૂ અને બીયરના કેન મળી આવ્યા હતા. જ્યારે આ મામલામાં પોલીસ દ્વારા બુટલેગર યુવરાજ સિંહ અને મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે પોલીસકર્મી નીતા ચૌધરીની વાત કરીએ તો તે અગાઉ પણ સતત વિવાદોમાં રહી ચુક્યા છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર પર ૧૬ થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. હિસ્ટ્રીશીટર બુટલેગર પર હત્યાના પ્રયાસ જેવા ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. દારૂની હેરાફેરી કરનાર યુવરાજ સિંહ સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ કારમાં રહેલા હતા. જ્યારે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા છે