GujaratMadhya Gujarat

યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી પડી ભારે, ચાલુ બસમાં આરોપીએ દુષ્કર્મ આચર્યું અને પછી…..

રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે. જ્યારે આજે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં ગોંડલના વોરાકોટડા રોડ પર પંચ પીર ની ધાર વિસ્તાર માં રહેનાર યુવતીને લગ્નની લાલચ આપી ફસાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ યુવક દ્વારા યુવતીને ભગાડી ચાલુ બસમાં દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. આ મામલામાં ગુનો દાખલ કરી પોલીસ દ્વારા આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણકારી સામે આવી છે કે, આરોપી દ્વારા યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાર બાદ મોબાઈલ નંબર આપ લે કરી મિત્રતા કેળવવામાં આવી હતી.

આરોપી સાગર કુકડીયા 13 મી તારીખના રોજ યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. આરોપી દ્વારા યુવતીને જણાવવામાં આવ્યું હતું કે, સુરત મારા સંબંધી રહે છે તે લગ્ન કરાવવાની વ્યવસ્થા કરી આપશે તેવી લાલચ આપી તેને તેની સાથે ભગાડી ગયો હતો. આરોપી રાજકોટ પહોંચી ખાનગી લકઝરી બસમાં બન્ને સુરત જવા માટે નીકળ્યા હતા. રસ્તામા ચાલુ બસમાં યુવતીની ઇચ્છા વિરુદ્ધ આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સુરત પહોંચી જે સબંધીને મળવાનું હતું તેનો સંપર્ક ન થતા આરોપી યુવતીને ચોટીલા લઈને ચાલ્યો ગયો હતો.

ત્યાર બાદ ચોટીલામાં આરોપીના મિત્ર દ્વારા કોલ ઉપાડવામાં ન આવતા ગોંડલથી આરોપીના ભાઈ દ્વારા પરત આવી જવા માટે નો કોલ આવી જતા બંને ગોંડલ પરત આવી ગયા હતા. આ દરમિયાન આરોપી સાગરના ઘરે તેની માતા દ્વારા યુવતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવામાં આવી હતી અને આ લગ્ન શક્ય નથી તેવું જણાવતાં યુવતી દ્વારા આ મામલામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આરોપીને ઝડપી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.