GujaratMadhya Gujarat

રક્ષક જ થઈ ગયો શિકાર, પોલીસ કોન્સ્ટેબલે હર્ષ સંઘવીની માંગી મદદ

હાલના સમયમાં ઓનલાઇન ગેમ રમવાનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેમકે આર્થિક સ્થિતિ સુધારવા માટે ઓનલાઈન ગેમમાં જુગાર રમવાનું શરુ નાખતા હોય છે. પરંતુ આ તેમને ખુબ ભારે પડતું હોય છે. ત્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. આ મામલો મોડાસાથી સામે આવ્યો છે. મોડાસામાં એક પોલીસકર્મી ઓનલાઈન ગેમની જાળમાં ફસાઈ ગયો છે અને તેના પર 24 લાખનું દેવું પણ ચડી ગયું છે.

એવામાં પોલીસકર્મી પાસે દેવું ચુકવવાના બધા રસ્તા બંધ થઈ જતા તેને એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં તે રાજ્યના ગ્રુહમંત્રી હર્ષ સંધવી વિનંતિ કરતા કહી રહ્યો છે મને આ દલદલમાંથી બહાર નીકળવામાં તમે મારી મદદ કરો. પોલીસકર્મીએ વીડિયો વાઇરલ કર્યા બાદ ફોન સ્વીચ ઓફ કરીને ઘર છોડી દીધું હતું. પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા તેમને શોધી કાઢવામાં આવ્યા અને તેમના પરિવારને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસકર્મી નું નામ નવઘણભાઈ ભરવાડ છે અને તે અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ રહેવાસી છે. જયારે મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. નવઘણભાઈ છેલ્લા થોડા સમયથી ઓનલાઈન ગેમ માં રમવા લાગ્યા હતા. ઓનલાઈન ગેમની લત ના લીધે તેમને પહેલાં 8 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું.

જ્યારે આઠ લાખનું દેવું પરિવારજનો દ્વારા માંડ માંડ ભરવામાં આવ્યું હતું. પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મી દ્વારા તાજેતરમાં ફરી એક વખત 24 લાખનું દેવું કરી દેવામાં આવ્યું છે. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણભાઈ એ થોડા સમય પહેલા જ મોબાઇલ પર વીડિયો બનાવી હર્ષ સંઘવીને મદદ માટે વિનંતી કરી હતી અને ત્યાર બાદ પોતાના મોબાઇલને સ્વીચ ઓફ કરી તેમને ઘર છોડી દીધું હતું.