GujaratRajkotSaurashtra

પતિ રાત્રે મોડો આવતો અને સસરા વહુને જોયા કરતા, પછી થયું એવું કે…

કહેવાતા સભ્ય સમાજમાં ઘણીવાર લોકો સંબંધોની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. આવું જ કઈક રંગીલા રાજકોટમાં બની છે. જ્યાં સસરાએ પોતાના જ ઘરની પુત્રવધુ પર નજર બગાડી હોવાનો ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટ નજીકની સોસાયટીમાં વસવાટ કરતા માવતરને ત્યાં છેલ્લા નવ મહિનાથી રહેતી રોશનીની ઉંમર હાલ માત્ર 25 વર્ષની જ છે. થોડા સમય અગાઉ જ રોશનીના વિનય સાથે લગ્ન થયા છે. તેના સસરાનું નામ દિનેશભાઈ તેમજ સાસુનુ નામ રામબેન છે. જેઓ અત્યારે જૂનાગઢ વસવાટ કરે છે. રોશનીએ તેમની વિરુદ્ધમાં માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવા બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

રોશનીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 2022માં તેના વિનય સાથે લગ્ન થયા બાદ બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિએ એક દિવસ રોશનીને કહ્યું કે તે બીજી કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધમાં છે. મને તો તું ગમતી જ નહતી.મારા માતા પિતાએ કહ્યું એટલે મેં તારી સાથે લગ્ન કર્યા હતા. અમે તને કામવાળી સમજીને જ ઘરે લાવ્યા છીએ. તારે મારા બાપાને સાચવવાના છે.

ઉલ્લેખનીય છે કે,રોશનીએ આ વાત તેના સાસુને કહી તો તેમણે પણ એ જ કહ્યું કે ઘરનું બધુ કામ તારે જ કરવું પડશે. વિનય ફોટોગ્રાફીનું કામ કરતો હિવાથી ઘરે દરોજ મોદી રાત્રે આવતો હતો. ત્યારે સસરા રોશનીને કહેતા મારો દિકરો ભલે તને ના બોલાવે પણ હું તો તને બોલાવું છું ને. એને એનું કામ કરવા દેવાનું. તારે બસ મારું જ ધ્યાન રાખવાનું અને હું તારું ધ્યાન રાખીશ. સસરાએ આ પ્રકારની વાત કરતા તે તેના સસરા જોડે જતી જ નહતી. આમ છતા સસરા રોશનીને 3 ટાઇમ જમવાનું બનાવવાનું તેમજ ટાઇમસર ઉઠી જવાનું કહતા અને માનસિક રીતે ત્રાસ આપતા. અવારનવાર તેના સસરાં કોઈકને કોઈક કામનું બહાનું કરીને તેને બોલાવતા અને પછી રોશનીની સામે ખરાબ નજરથી જોયા કરતા હતા.

આ પણ વાંચો: ત્રણ વાહનો વચ્ચે સર્જાયો ભયંકર અને દર્દનાક અકસ્માત

આ પણ વાંચો: વાપીમાં સ્કૂલ બસે બાઈકને અડફટે લેતા બે ભાઈઓના કરૂણ મોત, પરિવારજનોમાં શોકનું મોંજુ છવાયું

આ પણ વાંચો: ગુજરાતમાં પહેલીવાર યોજાશે સ્વયંવર, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત

તમને જણાવી દઈએ કે, પતિ વિનય સરકારી નોકરી માટે તૈયારી કરતો હોવાથી રોશનીને સસરા કહેતા કે વિનયને બે-ત્રણ મહિનામાં જો સરકારી નોકરી ના મળે તો પછી તમે તમારૂ કરી લેજો. આઠેક મહિના પહેલા ઝઘડો થતા સાસુએ રોશની પાસેથી તેના બધા ઘરેણા લઇ લીધા અને તેને પહેરેલ કપડે જ ઘરની બહાર કાઢી મુકી હતી. અને સમાધાન માટે જ્યારે રોશનીના તેના પિતાએ વિનયને બિલાવ્યો તો વિનયને બદલે તેના પિતા આવ્યા અને કહ્યું કે, મારા દીકરાની કોઈ જવાબદારી હું લઈશ નહિ. તમારે તનારી દીકરીને મોકલવી હોય તો મોકલો. ત્યારે હવે સાસરિયાઓ ત્રાસથી પિયરમાં બેઠેલી રોશનીને સાસરિયા સમાધાન માટે તૈયાર ના થતા રોશનીએ આખરે કંટાળીને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે