GujaratAhmedabad

ગુજરાતમાં વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે કરી ભયંકર આગાહી…

રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદે બાદ હવે ફરી વરસાદી માહોલ બન્યો છે. એવામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા તેની સાથે દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે તમામ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, 25 ઓગસ્ટના રોજ ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ સિવાય રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય ઉત્તર ભારતીય રાજ્યો અને કેરળમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે.

તેની સાથે 26 ઓગસ્ટના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગોવામાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિસ્તારો માટે 27 ઓગસ્ટ માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. તેની સાથે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદ જોવા મળવાનો છે.