SaurashtraGujaratRajkot

ક્ષત્રિય સંકલન સમિતિએ ભાજપમાં જોડાવા મામલે કર્યો મોટો ખુલાસો

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિયોને મનાવવા ભાજપ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ દ્વારા સતત બેઠક કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે સંકલન સમિતિના કેટલાક સભ્યો ભાજપમાં જોડાવવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે હવે આ બાબતમાં મોટો ખુલાસો થયો છે. ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ વાત તદ્દન ખોટી રહેલી છે અને સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડાવાના નથી.

નોંધનીય છે કે, ક્ષત્રિય સમાજને મનાવવા માટે સતત ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સાથે ભાજપ દ્વારા સતત બેઠક કરવામાં આવી રહી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાને સમિતિના સભ્યો દેખાયા હતા. સંકલન સમિતિના બે સભ્યો દ્વારા મંત્રી નિવાસસ્થાને બેઠક કરવામાં આવી હતી. સવારના સમયે બેઠક કરવામાં અવી હતી. છેલ્લા મહિનાથી રાજકોટ ભાજપના ઉમેદવાર પૂરુષોત્તમ રૂપાલાના વિરોધમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ભાજપ આ મામલાને ઉકેલવા ઈચ્છે છે. ત્યારે આ વચ્ચે સંકલન સમિતિના સભ્યોની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ સામે આવી હતી. ત્યારે આ સમાચાર અંગે ક્ષત્રિય સંકલન સમિતિના યુવા પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું હતું કે, સંકલન સમિતિના દરેક સભ્ય પોતાના સ્ટેન્ડ પર કાયમ રહેલ છે, ભાજપમા જોડાવાની કોઇ વાત રહેલ નથી. આજે 4 સંકલન સમિતિ ગોતા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, ક્ષત્રિયો દ્વારા જે રીતે આંદોલનની જાહેરાત કરવામાં આવી છે તેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાજપ વિરોધી મતદાન કરાવશે. તેને જોતા ભાજપ દ્વારા આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બે દિવસથી ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા સૌરાષ્ટ્રમા ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી હી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રભારી રત્નાકર દ્વારા બે દિવસમાં પાંચ વિધનાસભા બેઠકો પર ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.