સોસાયટીના ચેરમેને ભાડુઆતને લઈને પોલીસને એવી જાણકારી આપી દીધી કે મકાનમાલિકને જવું પડ્યું પોલીસ સ્ટેશન
અમદાવાદના નારોલથી એક વિચિત્ર ઘટના સામેં આવી છે. જેમાં પતિ દ્વારા પત્નીની હત્યા કરી હોવાની જાણકારી સામે આવી છે. તેમ છતાં હત્યા કર્યા બાદ પતિ બે બાળકો સાથે ભાગી ગયો પણ ગયો છે. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતા આજુબાજુ ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શહેરના નારોલ વિસ્તારમાં રહેનાર નવલભાઇ શાહ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે તેમનો ફ્લેટ આકૃતિ ટાઉનશીપ વિભાગ 2 માં તેમનું મકાન આવેલું છે. જે મકાન છેલ્લા બે અઢી મહીનાથી રીંકુકુમારી અજય ભારદ્વાજને ભાડે આપવામાં આવ્યું હતું. જ્યાં તેઓ તેના પતિ અને બે બાળકો સાથે રહી રહ્યા હતાં.
સવારના દસેક વાગ્યાની આજુબાજુ ચેરમેનનો તેમના પર ફોન આવ્યો હતો. તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી કે, તેમના મકાનમાં મર્ડર થયું છે. જેથી તેઓ તાત્કાલિક આકૃતિ ટાઉનશીપમાં આવી પહોચ્યા હતાં. અને મકાનમાં જઇને જોયુ તો રીંકુકુમારી બેડ પર મૃત હાલતમા જોવા મળી હતી. જ્યારે તેના ગળાના ભાગે અને હડચીના ભાગે ઇજાના નિશાન રહેલા હતાં.
તેની સાથે તેમને જાણ કરવામાં આવી હતી કે, રીંકુકુમારીનો પતિ કોઇ અગમ્ય કારણોસર ગળે ટુંપો દઇ અથવા ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી નાસી ગયો છે. આ મામલામાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમ છતાં આરોપી દ્વારા ક્યા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો છે તે તેની પૂછપરછ બાદ જ સમગ્ર જાણકારી સામે આવી શકે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.