રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસતું જોવા મળી રહ્યું છે. કેમ કે, રાજ્યમાં સર્વત્ર વરસાદ જોવા મળ્યો છે. એવામાં હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે છ દિવસની વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ મુજબ, ૯ તારીખના એટલે આજે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે ૧૦ તારીખના રોજ કચ્છમાં ગાજવીજ સાથે જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, માં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે.
તેની સાથે વધુમાં આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 11 ના એટલે ગુરૂવારના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માં ગાજવીજ તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય શુક્રવાર અને શનિવાર ના રોજ રાજ્યના કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.