AhmedabadGujarat

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખથી ચોમાસું બેસશે

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી નથી. તેમ છતાં અરબી સમુદ્ર થી આવતા ભેજવાળા પવનો ના લીધે રાજ્યમાં  બફારો વધી ગયો છે. વાદળછાયા વાતાવરણ અને બફારા ની સાથે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. તેમ છતાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધવાનો છે. જ્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને મોટી જાણકારી સામે આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ચોમાસું થોડું મોડું આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ગુજરાતમાં વરસાદ સરેરાશ સામાન્યથી મધ્યમ રહેવાનું છે. કેરળમાં ચાર જૂનના ચોમાસાની શરૂઆત થવાની શક્યતા ર્હેઈ છે. ગુજરાતમાં કેરળમાં વરસાદના 15 દિવસ બાદ ચોમાસાની શરૂઆત થઈ શકે છે. એટલે કે ગુજરાતમાં 19 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતા રહેલી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સામાન્યથી માધ્યમ રહે તેવી શક્યતા રહેલી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય સચિવની કામગીરી સંદર્ભમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્યથી જિલ્લા કક્ષા સુધી વરસાદમાં કેવી કામગીરી થશે તેના એક્શન પ્લાનની ચર્ચા કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉનાળામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસ્યો હતો. આ સિવાય ચક્રવાતની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે ઉનાળો ખેંચાવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષે કેરળમાં ચોમાસું બેસે તેના લગભગ 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે. એટલે જો કેરળમાં ચોમાસું મોડું બેસશે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે.