GujaratAhmedabad

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બન્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓના કુલ ૧૨૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં પણ જૂનાગઢના વીસાવદરમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર, ગુજરાતમાં આજે પણ છ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જ્યારે 41-61 કિમી પ્રતિ કલાકની વચ્ચે મહત્તમ સપાટી પરના પવનની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડું તથા હળવાથી મધ્યમ વરસાદ અલગ-અલગ સમયે વરસી શકે છે.

તેની સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ અપાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. જિલ્લામાં 79 મીમી વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. તેમાં પણ ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.