
રાજ્યમાં ભરઉનાળે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા થોડા દિવસો ગરમીથી લોકોને રાહત મળી છે. જ્યારે હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દેશના નવ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. છેલ્લા થોડા દિવસોથી ટાપુઓ પર ચોમાસું અટકી ગયું હતું પરંતુ હવે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. જ્યારે હવે રાહતના સમાચાર એ છે કે, દેશના નવ રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થશે.
હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંગળવારના દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ધીરે-ધીરે ચોમાસું આગળ વધવા લાગ્યું છે. તેના લીધે બે કે ત્રણ દિવસમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂનના આજુબાજુ કેરળમાં પહોંચે છે અને 15 જુલાઈની આજુબાજુ સમગ્ર દેશમાં બેસી જાય છે. પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થોડી મોડી થઈ છે. તેથી અન્ય રાજ્યોમાં પણ થોડા સમય પછી બેસશે. ગુજરાત સહિતના દક્ષિણના દરિયાકાંઠામાં હાલ હળવા વરસાદની શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જ્યારે આવતીકાલના વિજળીના કડાકા સાથે વરસાદી માહોલ બની શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાના લીધે વરસાદના વાદળો બંધાતા હોય છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહેવાની શક્યતા રહેલી છે.