GujaratAhmedabad

નવજાત બાળકીની હત્યારી માતાએ પોલીસ સમક્ષ કર્યો ઘસ્ફોટ

બાળકો માટે મા ભગવાન કરતા પણ અમૂલ્ય હોય છે. મા તો બાળકનું રક્ષણ કરતી હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાની જ માસુમ નવજાત બાળકીની હત્યા કરી નાખી છે. જેને લઈને સમગ્ર શહેરમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે હવે પોલીસને આ મામલે મળેલ માહિતી અનુસાર આ યુવતીએ વિદેશમાં તેના પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતી અને તેના પ્રેમીએ 2 વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને યુવતી ગર્ભવતી થઈ અને નવજાત બાળકીને જન્મ આપ્યો હતો..પરંતુ આ યુવતીએ બાળકીના જન્મ થયાના થોડા સમયમાં જ માસુમ બાળકીને દસમા માળેથી નીચે ફેંકી દીધી હતી. યુવતી અનેક પ્રકારની દવાઓ પણ લેતી હતી તેવું તેણે જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશથી અમદાવાદ આવેલી એક યુવતી શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં વસવાટ કરી રહી હતી. ત્યારે આ અપરિણીત યુવતીએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. યુવતી અપરણિત હોવાના કારણે સમાજ શુ કહેશે તેવા સવાલો તેના મનમાં થવા લાગ્યા હતા. ત્યારપછી તેણે વિચાર્યું કે હવે હું આ બાળકીનું શું કરૂ? ત્યારે આ અપરણિત યુવતીએ ગર્ભનાળ સાથે જ પોતાની માસુમ નવજાત બાળકીને દસમા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટનાને પગલે સમગ્ર અમદાવાદમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ પણ આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને સિનિયર અધિકારીઓએ આ કેસને સોલ્વ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આખરે તમામ માહિતી એક્ત્ર કરીને આ માસુમ બાળકીની હત્યારી માતાને શોધી કાઢી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન યુવતીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અને પોલીસને જણાવ્યું કે વિદેશમાં તેણે તેના પ્રેમી સાથે પોતાની મરજીથી બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને બાદમાં તે ગર્ભવતી બનીને આ બાળકીને જન્મ આપ્યો હતો. ત્યારે પોલીસે હાલ તો યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડી છે. તો આ સમગ્ર મામલે યુવતીના પ્રેમીની માહિતી એકઠી કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે