બદલાય રહેલું ઋતુચક્ર એ આપણા સૌ માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. ગુજરાતનો દરિયા કિનારો સમગ્ર દેશમાં સૌથી મોટો તેમજ લાંબો છે. ત્યારે આ જ દરિયા કિનારા થકી આગામી દાયકાઓમા લોકો માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ શકે એવી કુદરતી પરિસ્થિતિ આકાર પામી રહી છે. ભારત સરકારે તાજેતરમાં જાહેર કરેલ અહેવાલ અનુસાર, આ દરિયાના સ્તરમાં છેલ્લા દસકા દરમ્યાન અભૂતપૂર્વ તેમજ તીવ્ર ગતિએ વધારો નોંધાઈ રહ્યો છે. જે ખૂબ મોટું જોખમ કહી શકાય એમ છે. જે એક સમયે ગામને પોતાની અંદર સમાવી લેશે.
ઉલ્લેખનીય છે કે, ઋતુચક્ર તેંજ સતત બદલાઇ રહેલા તાપમાનની વિપરીત અસર ગુજરાતના દરિયાકાંઠા પર થઈ રહી છે. વર્ષ 2018ના સંશોધન અનુસાર 27ન6 ટકાના દરે ગુજરાતનો દરિયાકાંઠો ધોવાઈ રહ્યો છે.મતલબ 1945.60 કિલોમીટર લાંબા ગુજરાતના દરિયાકિનારામાંથી 537.5 કિમી વિસ્તારમાં દરિયાનું પાણી આપણી તરફ આવી ચુક્યુ છે. દરિયાની સપાટી વધવાના કારણે ગુજરાતના દરિયા કિનારા પરના વિસ્તારોમાં જોખમ વધ્યુ છે.
નોંધનીય છે કે, ધીમે ધીમે હિન્દ મહાસાગરનું જળસ્તર પણ વધી રહ્યુ છે. જો આ પ્રમાણે જ રહ્યું તો અમુક દાયકામાં ગુજરાત અને મુંબઇ સહિત દરિયા કિનારાના અનેક ગામોને આ દરિયો ગળી જશે. જળવાયુંમાં આવી રહેલા પરિવર્તનને કારણે સમગ્ર દુનિયાના દરિયાની જળસપાટીમાં ફેરફારો થઈ રહ્યા છે. બરફ આચ્છાદિત સપાટી તેમજ ગ્લૅશિયર પીગળીને પાણી બની દરિયામાં સતત સમાઈ રહ્યું છે જેના કારણે પણ દરિયામાં જળસ્તર વધી રહ્યું છે.
આ પણ વાંચો: 16 કરોડના ઈન્જેક્શન માટે 1.5 વર્ષ સુધી માસૂમે રાહ જોઈ, આખરે જિંદગીની લડાઈ હારી ગયો
આ પણ વાંચો: સેલ્ફી લેવી ભારે પડી, અમદાવાદના બે યુવકોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
મહત્વનું છે કે, ગુજરાત સહિત દેશના 11 જેટલા રાજ્યો પર જ્યારે દરિયાઈ પાણીના સંકટને ટાળવા મેન્ગ્રોવના જંગલ એકમાત્ર રામબાણ ઈલાજ છે. ભારતમાં બંગાળમાં આવેલ સુંદરવનના મેન્ગ્રુવ જંગલ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. 50નજેટલ માળની વનસ્પતિઓ આ જંગલમાં થાય છે. સમુદ્ર કાંઠાનું ક્ષાર વાળું વાતાવરણ, તેના તીવ્ર પવનો તેમજ ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં રહેલી આ વનસ્પતિ ભરતીના સમય દરમિયાન સમુદ્રના જોરદાર મોજાનો પણ મજબૂતીથી સામનો કરે છે. પરંતુ આપણે ત્યાં ઓધોગિકરણને આગળ વધારવા માટે થઈને દરિયા કિનારાના આ મેન્ગ્રોવના જંગલો પણ નાશ થવા લાગ્યા છે.