GujaratMehsanaNorth Gujarat

SPG ના બેનર હેઠળ ફરી એકવાર યોજાશે પાટીદાર મહાસંમેલન, સીએમ ભુપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ આપશે હાજરી

2024 માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે તે આજ રોજ પાટીદાર સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળશે. પાટીદાર સમાજનો ગઢ ગણાતા એવા મહેસાણા જિલ્લામાં આજે પાટીદાર સમાજનું સૌથી મોટું સંમેલન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાવાનું છે. આ સ્નેહમિલન સમારંભ SPGના બેનર હેઠળ યોજાશે. આ સ્નેહમિલન સમારંભ.આ નીતિન પટેલ સહિત પાટીદાર સમાજના અનેક દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પાટીદાર સમાજની અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડાઓ તેમજ મોટા મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ મહાસંમેલનમાં ઊંઝા ઉમિયા માતાજી તેમજ ખોડલધામના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશે. તેમજ પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન પછી ફરી એકવખત પાટીદાર સમાજનું સંગઠન SPG તેના બેનર હેઠળ પાટીદાર સમાજને એક મંચ પર લાવી રહ્યું છે. આજે 30 જુલાઈના રોજ મહેસાણા ખાતે યોજાનાર પાટીદાર સ્નેહમિલન સમારોહમાં  CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાશે.

નોંધનીય છે કે, જ્યારે કોઈ SPG સાથે જોડાયેલ સભ્ય અવસાન પામે તો દરેક SPGમાં રહેલા 7000 સભ્યોમાંથી દરેક વ્યક્તિ 100 રૂપિયા આપીને અવસાન પામનાર SPGના સભ્યના પરિવારજનોને 7 લાખ રૂપિયાની સહાય કરે છે.જ થાય તો હાલમાં અપાય છે.  ત્યારે 30 જુલાઈ આ રોજ આ 7000ના સભ્યોને વધારી ને SPG માં 30,000 સભ્યો  બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.  જેથી જો 30,000 સભ્યોમાંથી કોઈ સભ્ય મૃત્યુ પામે તો 100-100 રૂપિયા લેખે મૃત્યુ પામનાર SPG ના સભ્ય ને 30 લાખ રૂપિયાની સહાય મળી શકશે. તેમજ આગામી સમય દરમિયાન સવા કરોડ જેટલા પાટીદારોને spgમાં જોડવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સિવાય ઘરેથી ભાગીને માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરનાર દીકરીઓની સાક્ષીમાં તે દીકરીના માતા પિતાની સાક્ષીમાં સહી ફરજિયાત કરવાનો મુદ્દો પણ આ સંમેલનમાં ઉઠાવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે SPG સભ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આઆપવામાં આવશે.