સુરતમાં પત્નીની હત્યા કરનાર પતિની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
સુરત શહેરમાં થોડા દિવસો અગાઉ એક મહિલા ની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં એક હોટલમાં એડવોકેટ મહિલાની હત્યા કરવામાં આવી હતી. જ્યારે મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે પતિ દ્વારા હત્યા કર્યા બાદ પોતે ઊંઘની અને ડોલો નામની દવા ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાના લીધે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આજે હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસ દ્વારા આરોપી પતિની ધરપકડ કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, સુરતના પાલ વિસ્તારમાં આવેલી હોટલમાં પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પતિ પત્નીની હત્યા કર્યા બાદ 24 કલાક લાશ પાસે જ ભાનમાં અને બેભાન હાલતમાં રહ્યો હતો. ધ બુલ ગ્રુપ હોટેલમાં મહિલાની ઘાતકી હત્યા કરાઈ હતી. મહિલા વકીલાતનો અને તેનો પતિ સીએના અભ્યાસની સાથે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. તેમ છતાં બન્ને વચ્ચે લગ્ન અગાઉ પણ પ્રેમ થયો હતો અને લગ્નના દોઢ વર્ષમાં ઝઘડા થતા આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે.
આ મામલામાં પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રોહિત કાટકર દ્વારા લવ મેરેજ કરવામાં આવ્યા હતા. બંને વચ્ચે અણબનાવ હોવાથી છૂટા થયાને ભેગા થઈ ગયા હતાં. બન્ને વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. બંને હોટલમાં ગયેલા હતાં. મન દુઃખ ભૂલાવવા માટે ગયા હતા. પહેલા ફર્યા પછી હોટલમાં ગયા ત્યાં મનદુઃખ થતા રોહિત ગુસ્સામાં આવી મહિલા પેટના ભાગમાં ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રોહિત દ્વારા ડોલો નામની 45 ગોળીઓ લઈ લેવામાં આવી હતી. તેની સાથે જ ઊંઘની ગોળીઓ પણ રાત્રીના લેતા તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તે ભાનમાં આવીને સવારના પોલીસને જોઇને ચોકી ગયો હતો. દોઢ વર્ષ અગાઉ તેણે લગ્ન કર્યા હતાં. રોહિત દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના લીધે તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આજે હોસ્પિટલમાંથી રોહિતને રજા આપવામાં આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.