AhmedabadGujarat

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરનાર યુવકના કેસમાં પોલીસે સાસરિયાઓની કરી ધરપકડ, ગર્ભવતી પત્નીને હાઇકોર્ટે આપ્યા જામીન

લગ્ન પછી સાસરિયાઓ ત્રાસથી કંટાળીને પુત્રવધૂએ આપઘાત કર્યો હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. પરંતુ અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પત્નીએ નહિ પરંતુ પતિએ તેના સાસરિયાઓના ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે 12 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને 9 લોકોની અટકાયત કરી લીધી છે. જ્યારે હાઇકોર્ટે આપઘાતના કરનાર યુવકની ગર્ભવતી પત્નીને વચગાળાના જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા અક્ષય ચૌધરી નામના યુવકે તેના સાસરિયાઓ દ્વારા આપવામાં આવી રહેલ ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. જો કે આપઘાત કરતા પહેલાં અક્ષયે એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે તેના સાસરિયાઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. અક્ષયે વીડિયોમાં કહ્યું હતું કે, તેના સાસુ, સસરા,પત્ની તેમજ મામા સસરા દ્વારા તેને સતત હેરાનગતિ પહોંચાડવામાં આવતી હતી. એટલું જ નહીં, પરંતુ આ લોકો અક્ષયને તેના માતા-પિતાથી જુદો કરીને ઘર જમાઈ બનીને રહેવા માટે પણ સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ ઉપરાંત સાસરિયાઓ સતત અક્ષય પાસે પૈસાની માગણી પણ કરતા હતાં ત્યારે સાસરિયાઓના ત્રાસથી કંટાળીને અક્ષયે માર્ચ મહિનામાં પહેલા એક વીડિયો બનાવીને પોતાની આપવીતી જણાવી હતી. અને બાદમાં તેણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરીક હતો.

તમને જણાવી દઈએ કે, અક્ષયના આપઘાતને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે પોલીસે પણ તાત્કાલિક અસરથી આ મામલે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈને પોલીસે આપઘાત કરનાર યુબકે અક્ષયના સાસુ, સસરા તેમજ તેની પત્ની સહિત કુલ 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાંથી 9 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હાઇકોર્ટે આપઘાત કરનાર અક્ષયની ગર્ભવતી પત્નીને વચગાળાના જામીન આપ્યા છે.