IndiaInternationalNarendra ModiNews

પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, VIDEO થયો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં હાજરી આપ્યા બાદ રવિવારે પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) પહોંચ્યા હતા. PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીની ધરતી પર પગ મૂકતાની સાથે જ એક રેકોર્ડ બનાવ્યો. પીએમ મોદી આ નાના દેશની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. અહીં એરપોર્ટ પર કંઈક એવું બન્યું કે તેનો વીડિયો વાયરલ થયો. પીએમ મોદીનું સ્વાગત કરવા અહીં આવેલા પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે (James Marape) એ વડાપ્રધાનના ચરણ સ્પર્શ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

આ સાથે પપુઆ ન્યુ ગિનીએ (Papua New Guinea)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે પોતાની પરંપરા તોડી હતી. સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી આવતા નેતાઓનું કોઈ ઔપચારિક સ્વાગત થતું નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રોટોકોલ તોડવામાં આવ્યો હતો. પાપુઆ ન્યુ ગિની સરકારે તેમનું ખૂબ જ ઔપચારિક સ્વાગત કર્યું. મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત કોઈ ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હશે.

તે જ સમયે, પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે આ રીતે મારું સ્વાગત કરવા માટે હું વડા પ્રધાન જેમ્સ મારાપેનો આભારી છું. આ ક્ષણ મારા માટે ખૂબ જ ખાસ છે અને હું તેને હંમેશા યાદ રાખીશ. હું મારી મુલાકાત દરમિયાન આ મહાન દેશ સાથે ભારતના સંબંધોને આગળ વધારવા માટે આતુર છું.