પોલીસની દીકરીને આપઘાત માટે મજબૂર કરનાર વિધર્મીના રિમાન્ડ થયા મંજુર
ખેડા જિલ્લામાં આવેલ ડાકોરમાં એક પોલીસકર્મીની દીકરીને એક વિધર્મી યુવકે માનસિક ત્રાસ આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો. છે. હાલ તો આ કેસમાં આરોપીને ઝડપી પાડીને તેના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ તેનું લેપટોપ પણ પોલીસે જપ્ત કરી લીધું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 12મી મેના રોજ ડાકોર ખાતે વસવાટ કરતી એક યુવતીએ ગત પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ લીધો હતો. પિતા મૃતક દીકરી મોબાઈલ ફોન ટોઅસ્ત જાણવા મળ્યું કે છેલ્લે યુવતીની સતત એક નંબરથી સતત વાત થતી હતી. પિતાએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમની દીકરી કોઈ ચાંગાના રહેવાસી કોઈ અબ્દુલા મોમિન સાથે વાતચીત કરી રહી હતી. યુવક અને યુવતી વચ્ચેના કોલ રેકોર્ડિંગ સાંભળતા જાણવા મળ્યું કે અબ્દુલા અવારનવાર યુવતીને પ્રેમસંબંધને લઈને હેરાનપરેશાન કરી રહ્યો હતો.
બંને વચ્ચે પહેલાં પ્રેમસંબંધ હતો પરંતુ બાદમાં યુવતીએ તે સબંધ તોડી નાખતાં યુવક ગુસ્સો કરતો હતો અને ગંદી ગંદી ગાળો બોલતો હતો. મૃતક દીકરી સતત આ વિધર્મી યુવકને કરગરતી રહી પરંતુ તેમ છતાં આ વિધર્મી યુવાને યુવતીને હેરાનપરેશાન કરવાનું છોડ્યું નહોતુ. ત્યારે આખરે યુવકના ત્રાસ્થુ કંટાળીને યુવતીએ પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કરી આગાહી તો અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી મોટી વાત
નોંધનીય છે કે, શુક્રવારના રોજ યુવતીના પિતાએ આ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં આરોપી અબ્દુલા મોમિન વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. ત્યારે પોલીસે આરોપી અબ્દુલાની ધરપકડ કરીને કોર્ટમાંથી તેના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આરોપી પાસેથી લેપટોપ કબજે કર્યું છે. જો કે, આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ક્યાંક છુપાવી દીધો છે. ત્યારે પોલીસ હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.