અમદાવાદના સોનાના વેપારી પર ફાયરિંગ કરી લૂંટારૂઓ લૂંટ ચલાવી ફરાર
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદમાં લૂંટની ઘટના સામે આવી છે. અમદાવાદ ના ગાંધીરોડ પર ફતાસા પોળ નજીક સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
જાણકારી અનુસાર, અમદાવાદ શહેરમાં ગાંધીરોડ પર ફતાસા પોળ નજીક લૂંટ વિથ ફાયરિંગની ઘટના સામે આવી છે. જ્યારે સોનાના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ કરી ને લૂંટ ચલાવી નાસી ગયા હતા. વેપારીને પેટના ભાગમાં ગોળી વાગતા તેમને ઈજા પહોંચી છે.
ઘટનાની જાણકારી મળતા ખાડીયા પોલીસ ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આવી હતી. પોલીસ દ્વારા લૂંટારૂઓને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, આ અગાઉ સતાધારમાં નવરંગ ટાવરમાં વાસણની દુકાન ધરાવનાર વેપારીને લૂંટવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરીને લૂંટારાઓને ઝડપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.