AhmedabadGujarat

અત્યંત કરુણામય સ્યુસાઇડ નોટ લખીને વિદ્યાર્થીએ દસમાં માળેથી લગાવી દીધી છલાંગ

આજકાલના યુવાનો હિંમત હારી જઈને ઘણી વખત ના કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે મૂળ વડોદરાના અને અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને સેપ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધું હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ વડોદરાનો અને અમદાવાદમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહીને સેપ્ટ યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહેલા શિવ મહેન્દ્રભાઇ મીસ્ત્રીએ દસમા માળેથી કૂદી જઈને પોતાનું જીવન ટુંકાવ્યું છે. શિવે આપઘાત કરતા પહેલા જુદી જુદી ચાર સ્યુસાઇડ નોટ લખી છે. હાલ તો યુનિવર્સિટી પોલીસે આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

શિવે પોતાની સ્યુસાઇડ નોએ જણાવ્યુ છે કે, પ્રિય મમ્મી પપ્પા, હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું, હું જે પગલું ભરી રહ્યો છું તે બદલ તમારી માફી માંગુ છું. મે ફરી એકવાર તમને નિરાશ કર્યા છે. મારે મારા જીવનમાં જે કઈ પણ કરવું હતુ એ કરવા માટે હું સક્ષમ ન હતો અને હું અત્યારે જે કરી રહ્યો છું તેના લીધે હું ઘણો પરેશાન હતો. સેપ્ટમાં પાછો આવવાનો નિર્ણય એ મારો હતો. હું માનતો હતો કે, આર્કિટેક્ચરનો અભ્યાસ હું પૂર્ણ કરી લઈશ પરંતુ મને લાગે છે કે જાણે ઘર થી દુર રહેવા માટે જ મેં આ નિર્ણય કર્યો છે.

હું માનતો હતો કે હું તમારા માટે કઈ કામનો નથી. મારી ઈચ્છા ના હોવા ચગતા પણ અભ્યાસ માટે થઈને મેં આપણા વર્કશોપમાં પણ ઘણા વર્ષો કામ કર્યુ. તમે ઇચ્છો છો એવો હું તમારો બાળક નથી. કોઈ મને પ્રેમ નથી કરતું. એટલો બધો ખર્ચ કર્યા બાદ મને લાગે છે કે, મારે તો સેપ્ટમાં અભ્યાસ કરવાની જરૂર પણ ન હતી. તમે મને જીવનમાં આટલો આગળ લાવ્યા તે માટે હું આપનો આભાર માનું છું. શિવે સ્યુસાઇડ નોટમાં ગર્લફ્રેન્ડ માટે લખ્યું કે, મને માફ કરી દેજે અને કોઈ સારૂં પાત્ર જોઈને તારા જીવનમાં ઠરીઠામ થઇ જજે.

તમને જણાવી દઈએ કે, શિવે આપઘાત કરતા પહેલા 4 અલગ અલગ સ્યુસાઇડ નોટ લખી હતી. ત્યારે હાલ તો પોલીસે તમામ સ્યુસાઇડ નોટને કબજે કરી છે. અને આ સમગ્ર મામલે ગુનો નોંધીને શિવના પરિવારજનોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 40 મહિલાઓનો એક જ પતિ – ‘રૂપચંદ’, આ રીતે થયો ચોંકાવનારો ખુલાસો

આ પણ વાંચો: મુસ્લિમ યુવતીના મોતને લઈને પ્રેમી અને પિતા આવ્યા આમને સામને, જાણો શુ છે સમગ્ર મામલો

આ પણ વાંચો: અમદાવાદના વેપારીને વોટ્સએપ પર વિડીયો કોલ કરવું પડ્યું ભારે, યુવતીએ લાખો રૂપિયા પડાવ્યા