GujaratJamnagarSaurashtra

રાતોરાત કરોડપતિ થવાના ચક્કરમાં સરપંચ સહિત અનેકે કર્યું એવું કે રડવાના દિવસો આવ્યા

રાજ્યમાં અંધશ્રદ્ધાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ સતત સામે આવતા રહેતા હોય છે. લોકો પોતાના જીવનમાં તરત જ સફળ થઈ સરળતાથી જીવન જીવવા માટે અંધશ્રદ્ધાના ચક્કકરમાં પડીને અનેક વિધિઓ કરાવતા હોય છે. અને લોકોની આ જ અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવીને ધૂતરાઓ આવા લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં 15 જેટલા પરિવારોને લૂંટનારી એક ગેંગનો પર્દાફાશ થતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે. આ ગેંગ 1 લાખ રૂપિયામાં 1 ગ્રામ ધૂપ વેચતી હતી અને આ સિવાય અનેક રીતે છેતરપિંડી કરીને આ ગેંગે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા છે. હાલ તો આ ગેંગનો પર્દાફાશ થઈ ગયો છે.

મળતી માહિતી અનુસાર, ઢોંગી સાધૂની આ ગેંગે ગામના પરિવારોની સાથે ગામના સરપંચને પણ લૂંટી લીધો હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 2004થી આ ગેંગ લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી પહેલા લોકોનો વિશ્વાસ જીતે અને પછી તેમને પોતાની જાળમાં ફસાવતા હતા. અહીં ગામના સરપંચે પણ ટૂંક સમયમાં કરોડપતિ થઈ જવાની લાલચે આ ગેંગ પાસે મદદ માગી ત્યારે આ ગેંગે સરપંચની જેમ અંધશ્રદ્ધામાં માનતા અનેક લોકોનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી તેમની સાથે છેતરપિંડી આચરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી નામના ગામમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઢોંગી સાધુ અને તેની ગેંગના સભ્યોએ સરપંચ સાથે લૂંટ મચાવી હતી. એટલું જ નહીં પરંતુ આ ગેંગે 87 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ બીજા સોનાના ઘરેણાં પણ લૂંટી લીધા હતા. આમ કુલ મળીને રૂપિયા 1.28 કરોડની લૂંટ મચાવી છે. જાણવા મળ્યું છે કે આ ગેંગે 15 પરિવારોને ટાર્ગેટ કરતા તેમનો બધો જ ભાંડો ફૂટ્યો છે.

લોકોના જણાવ્યા અનુસાર, આ ટોળકી સાધુના પહેરવેશમાં આવીને લોકોને ખાસ ચમત્કારિક ધૂપ વેચતી હતી. તેઓ દાવો કરતા હતા કે આ ધુપથી તમારી બધી જ બીમારી,દુઃખ દૂર થઈ જશે અને તમે રાતોરાત કરોડપતિ બની જશો. આમ આ ઢોંગીઓની વાતમાં આવીને લોકો આ ધૂપ લેકે આર્ષઆઈ જતા હતા. જેથી ઢોંગીઓ આ ધુપને 1 ગ્રામના 1 લાખ રૂપિય લઈને વેચતા હતા. આવી રીતે છેતરપિંડી કરીને આ ગેંગે અનેક પરિવારોને લૂંટ્યા છે. હાલ તો આ ટોળકી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજકોટ,સુરેન્દ્રનગર,પોરબંદર, ભુજ સહિતના અનેક જિલ્લાઓમાં આ ગેંગ સતત કાર્યરત હતી. આ ટોળકી 2004થી સતત લોકોને લૂંટતી આવે છે. વળી આરોપીઓની સામે આજ સુધી એકપણ કેસ નોંધાયો નહોતો. જોકે હાલ તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ આદરવાની કાર્યવાહી હાથ ધરી છે. હજુ આ ગેંગના 2 આરોપી ફરાર છે.