IndiaNewsSport

આ ખેલાડીઓ પ્રથમ વખત ભારત માટે સેમિફાઇનલ રમશે! રોહિતની કેપ્ટનશિપમાં નસીબ ખુલી શકે છે

IND vs NZ: રોહિત શર્મા (Rohit Sharma) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમે લીગ તબક્કામાં સતત 9 મેચ જીતીને વર્તમાન વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આજે 15મી નવેમ્બરે ભારતીય ટીમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. આ બંને ટીમો વચ્ચે ODI વર્લ્ડ કપ 2019ની સેમી ફાઈનલ મેચ પણ રમાઈ હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડ જીત્યું હતું. આ વખતે ટીમ ઈન્ડિયામાં 5 ખેલાડી છે, જેઓ પ્રથમ વખત સેમીફાઈનલ મેચ રમી શકે છે.

1. શુભમન ગિલ (Shubman Gill): શુભમન ગિલ તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહ્યો છે. ટૂર્નામેન્ટમાં તે પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં દેખાતો નહોતો, પરંતુ તેણે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે. અત્યાર સુધીમાં તેણે ODI વર્લ્ડ કપ 2023ની 7 મેચમાં 270 રન બનાવ્યા છે, જેમાં તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. તે સેમિફાઇનલમાં રમશે તે નિશ્ચિત જણાય છે. તે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે.

આ પણ વાંચો: રસોઈ માટે કયું તેલ શ્રેષ્ઠ છે, ખરીદતી વખતે આ બાબતો તપાસો

2. શ્રેયસ અય્યર (Shreyas Iyer): શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે. તેણે નેધરલેન્ડ સામેની મેચમાં તોફાની સદી ફટકારી હતી અને ટીમને જીત તરફ દોરી હતી. તે મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાની મજબૂત કડી બની ગયો છે. અત્યાર સુધીમાં તેણે 9 વર્લ્ડ કપ મેચોમાં 421 રન બનાવ્યા છે જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે.

3. કુલદીપ યાદવ (Kuldeep Yadav):છેલ્લા કેટલાક સમયથી કુલદીપ યાદવે દુનિયાના ખૂણે ખૂણે પોતાની સ્પિનનો જાદુ બતાવ્યો છે. તેના બોલ રમવા એટલા સરળ નથી. તે ગત વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ ત્યારપછી યુઝવેન્દ્ર ચહલને સેમિફાઈનલમાં તેની જગ્યાએ રમવાની તક મળી. આ વખતે પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેણે અત્યાર સુધી વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ માટે 14 વિકેટ ઝડપી છે.

4. મોહમ્મદ સિરાજ (Mohammed Siraj):મોહમ્મદ સિરાજ તેનો પ્રથમ વનડે વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે નવા બોલ સાથે સારું પ્રદર્શન કર્યું છે. તે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સાથે સારી રીતે રમ્યો છે. સિરાજ બોલને બંને બાજુથી સ્વિંગ કરવામાં નિષ્ણાત ખેલાડી છે. તેણે વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 12 વિકેટ ઝડપી છે.

5. સૂર્યકુમાર યાદવ (suryakumar yadav): સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ODI વર્લ્ડ કપ 2023ની વચ્ચે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે સૂર્યકુમાર યાદવને પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી. અત્યાર સુધીમાં તેણે વર્લ્ડ કપ 2023ની પાંચ મેચમાં 87 રન બનાવ્યા છે. આ ખેલાડી ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં નંબર-6 પર પ્રવેશ કરી શકે છે.

આ પણ વાંચો: પહેલા પતિએ ગળેફાંસો ખાઈ લીધો, પછી પત્નીએ પણ ડરથી ભર્યું એવું પગલું કે..

આ પણ વાંચો: અમરેલી: સંતાન પ્રાપ્તિ માટે પશુઓની બલિ ચઢાવતા હતા, 400 પશુઓની બલિ ચઢાવી,છરી અને હથિયાર સાથે 4 આરોપીઓની ધરપકડ