Ajab GajabCrimeIndia

ચોર ની ચિઠ્ઠી વાયરલ: એવું સપનું આવ્યું કે 9 વર્ષ પછી મંદિરમાંથી ચોરેલા ઘરેણા પરત કર્યા

Thief’s note viral : ભાગ્યે જ જોવા મળે છે કે ચોરી કર્યા બાદ ચોર પોતાનો ગુનો સ્વીકારે છે. પરંતુ એક ચોરનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે તેણે મંદિરને સંબોધીને લખ્યો છે. મામલો ઓડિશાના ભુવનેશ્વરનો છે. ચોરે જણાવ્યા મુજબ વર્ષ 2014માં તેણે અહીંના ગોપીનાથપુર ગામના મંદિરમાંથી ભગવાનના ઘરેણાની ચોરી કરી હતી. પરંતુ ચોરે હવે મંદિરમાં ઘરેણાં પરત કરી દીધા છે.

ચોરે મંદિર પાસે તમામ દાગીના રાખ્યા અને એક પત્ર પણ છોડી દીધો જેની તસવીર વાયરલ થઈ છે. ચોરે પત્રમાં પોતાની આખી વાત કહી છે અને દાગીના પરત કરવાનું કારણ આપવા સાથે દંડની રકમ પણ પસ્તાવાના રૂપમાં છોડી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મંદિરમાંથી દેવતાનો મુગટ, કાનની બુટ્ટી, બ્રેસલેટ અને વાંસળીની ચોરી થઈ હતી. જે બાદ આ મામલે પોલીસમાં FIR પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ પોલીસ ચોરને પકડવામાં નિષ્ફળ રહી હતી.

આ પણ વાંચો: બાપે કર્યું શેતાન જેવું કાર્ય, સગાઈ કરેલી દીકરીને સાંકળથી બાંધીને ઘરમાં પુરી રાખી

આ દાગીનાની કિંમત લગભગ 4 લાખ રૂપિયા હતી. જોકે, હવે ચોરે બે દિવસ પહેલા એટલે કે 15મી મેની રાત્રે મંદિરની બહાર ઘરેણાં રાખ્યા હતા.દાગીના પરત કરવાની સાથે ચોરે અંગ્રેજીમાં એક પત્ર પણ લખ્યો હતો. તેમાં લખ્યું છે કે ‘મેં ઘરેણાંની સાથે 301 રૂપિયા પણ રાખ્યા છે, જેમાં 201 રૂપિયા મંદિરના છે અને 100 રૂપિયા દંડ તરીકે રાખવામાં આવ્યા છે. દાગીનાની ચોરી કર્યા પછી મને ઘણા ખરાબ સપના આવ્યા. મારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી, તેથી જ મેં દાગીના પરત કરવાનો નિર્ણય કર્યો. જોકે, મેં આમાં મારું નામ અને સરનામું આપ્યું નથી.

2014માં ચોરાયેલા આભૂષણો અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું કે ભગવાનના ઘરેણા ખૂબ જ મુશ્કેલીથી ખરીદ્યા હતા. ચોરી કર્યા બાદ તેઓ પાછા મળી જશે તેવી અપેક્ષા ન હતી. તેણે કહ્યું કે ભગવાને ચોરને સજા કરી છે, તેથી તેણે આ ઘરેણાં પરત કર્યા છે.