GujaratAhmedabad

અમેરિકા જવાની ઘેલછા રાખવી ગુજરાતના આ પરિવારને પડી ભારે

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાની લ્હાયમાં કંઈપણ કરી નાખવા તૈયાર રહે છે. પરંતુ ક્યારેક તેમને આ જીદ ભારે પડે છે. જ્યારે આવી જ એક બાબત સામે આવી છે. કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા આઠ લોકોના કરુણ મોત નીપજ્યા છે. કાદવમાંથી 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે તેમાંથી ચાર ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે.

મહેસાણાના વિજાપુરના ડાભલા માણેકપુર ગામના ચાર ગુજરાતીઓ અમેરિકા જતા સમયે મોતને ભેટ્યા છે. અમેરિકા જવાની લાલચમાં કુલ આઠ યુવાનોના બોર્ડર પાર કરતા સમયે દર્દનાક મોત મળ્યા છે. જેમા ચાર ગુજરાતીઓ રહેલા હતા. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે નાની હોડીમાં સવાર થઈને અમેરિકા તરફ જઈ રહ્યા હતા. પરંતું વાતાવરણ ખરાબ હોવાના લીધે હોડી ડૂબી જવાના કારણે તમામ લોકો કાદવમાં પડી ગયા હતા. તેના લીધે તમામ લોકોના મૃત્યુ નીપજ્યા હતા.

આ પણ વાંચો: અરવલ્લીમાં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, દંપતિ સહીત બે બાળકોના કરુણ મોત

અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવાની બાબત સામે આવી છે. ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીમાં એક પરિવારને જીવ ગુમાવવાનો વાર આવ્યો છે. કેનેડાથી US માં ગેરકાયદેસર રીતે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટે પલટી ખાધી હતી. ખરાબ હવામાનના લીધે બોટના પલટી ખાતા 8 લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી 4 ભારતીય સહિત કુલ 8 લોકોના જીવ ગયા છે. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ રહેલું હતું.

આ બાબતમાં કેનેડા પોલીસે જણાવ્યું છે કે, આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામનો છે. મૃતકોમાં પિતા, પુત્ર અને પુત્રી સામેલ છે. પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારના ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળી આવ્યા હતા.

આ પણ વાંચો: યુવકના આપઘાતનું કારણ જાણી તમારી આંખોમાં આવી જશે આંસુ….

તમને જણાવી દઈએ કે, આઠ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવા જઈ રહ્યા હતા. એવામાં બુધવારની રાત્રીના હવામાન પલટો આવ્યો હતો. ભારે પવન અને વાવાઝોડું શરુ થઈ ગયું હતું. તેના લીધે બોટે નદીમાં પલટી ખાધી હતી. પોલીસને કોલ મળતા જ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યારે પાણીમાં ડૂબતા લોકોની ચીસો સંભળાઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તો જેની બોટ છે તે વ્યકિત પણ ગુમ રહેલ છે. આઠ લોકોમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ રહેલા હતા. જાણકારી મુજબ, આઠ લોકોમાં બે પરિવાર રહેલા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, વિજાપુર તાલુકા ડાભલાના માણેકપુરા ગામના ચાર લોકોનો નાનકડો ચૌધરી પરિવાર એમેરિકા જવા માટે નીકળ્યો હતો. ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલા જ કેનેડા પહોંચ્યા હતા. ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકામા ઘુસણખોરી કરવા જઈ રહ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જેમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), પત્નિ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી અને પુત્રી વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી કેનેડા ગયેલા હતા. જેમાં પિતા પુત્ર અને પુત્રીનુ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લીધે માણેકપુરા ગામમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે.

આ પણ વાંચો: ભાજપના ગઢમાં મસમોટું ગાબડું, પાટીલના ગઢમાં દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું