GujaratJunagadhSaurashtra

ધારીના આ ખેડૂતે એક જ આંબા પર 14 જાતની કેરીઓ ઉગાડી

ફળોના રાજા કેરીની સુગંધ જ એટલી જોરદાર હોય છે કે તેને જોતા જ લોકોના મોંમાં પાણી આવી જતું હોય છે. ફળોના રાજા કેરીના તોતાપુરી, કેસર, આલ્ફાન્ઝો, રત્નાગીરી હાફૂસ, બારમાસી, દશહેરી, બદામ, પાયરી, લંગડો, પાયરી જેવા અનેક પ્રકાર છે. પરંતુ શું તમે ક્યારેય એવું જોયું કે સાંભળ્યું છે કે એક જ વૃક્ષ પર 14 જેટલી પ્રકારની કેરી ઊગી હોય? તમને આ વાત સાંભળીને એવું લાગશે કે અમે મજાક કરી રહ્યા છીએ. પરંતુ આ સત્ય વાત છે.

ધારી તાલુકા ખાતે દિતલા નામના ગામના કેસર કેરીના એક 70 વર્ષની ઉંમરની આસપાસના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ આ કાર્ય કરી બતાવ્યું છે. તેમણે કેરીના ઝાડનું એક ‘લાઈવ આલ્બમ’ બનાવ્યું છે, જેમાં તેની જુદી જુદી ડાળીઓ પર જુદી જુદી પ્રકારની 14 કેરીઓ ઉગે છે. પોતાના ઘરના આંગણામાં આ ખેડૂતે ઉગાડેલો આ જાદુઈ આંબો એ એક રીતે ફળોની ઉજવણી કહી શકાય તેમ છે. કારણ કે આઆ ઝાડ પર હોળીથી દિવાળી સુધી ફળ આવે છે. આંબામાં વધુ વિવિધતા ઉમેરવાનું ભટ્ટીએ બંધ કર્યું નથી.

આ પણ વાંચો: ચુડવાની ગોઝારી નદીમાં 12 ખેતમજુરો ભરેલી રીક્ષા ખાબકતા ત્રણના મોત

ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના નવાબ કાળમાં જે જાત ઉગાડવામા આવતી તેની સાથે ભટ્ટીએ વૃક્ષની ખેતી કરી હતી જેમ કે, ગુલાબીયો,નાળિયેરો, દાડમો, સિંદુરિયો, જમાદાર, કાળો પાઇલોટ, કેપ્ટન, બદામ, વરીયાળીયો, શ્રાવણીયો, સરદાર, અષાઢીયો. ‘નવાબોના રાજમાં 200થી પણ વધુ જાતની કેરીઓ ઉગાડવામાં આવતી હતી. તેમાંથી અત્યારે માત્ર કેસર કેરી જ બચી છે. ભટ્ટીએ જણાવ્યું કે આગામી પેઢી માટે હું આ કાર્ય કરી રહ્યો છું, આપણા પ્રદેશમાં રહેલી કેરીની સમૃદ્ધ જાતોથી આપણી પેઢીઓ અજાણ ન રહેવી જોઈએ. આ ફળ વેચવા માટે નથી. મેં ઘરમાં જ આની ખેતી કરી છે. આ ફળ માત્ર મારા પરિવાર માટે જ છે. આશરે ચાર દાયકા અગાઉ ભટ્ટી પાસે 44 જાતો ધરાવતો એક આંબો હતો, પરંતુ કુદરતી રીતે આંબાનો નાશ થયો હતો.

આ પણ વાંચો: ડોક્ટરે શેર કરી દારૂ પીનાર દર્દીની છેલ્લા શ્વાસ સુધીની કહાની, વાંચીને લોકોના દિલ થરથર થરથર કંપી ઉઠ્યા

નોંધનીય છે કે, બાગાયતની કલમ પદ્ધતિના ઉપયોગ થકી ભટ્ટીએ અતુરસુધીમાં અનેક જાતોની ખેતી કરી છે. એક રુટ સિસ્ટમનો ઉપયોગ કરીને એક જ વૃક્ષ પર ભટ્ટીએ ઘણા બધા છોડ ઉગાડ્યા છે. છેલ્લા છ વર્ષથી ભટ્ટી આ વૃક્ષનો ઉછેર કરે છે. તેઓ આ આંબામાં કેરીના હજુ બીજા વધુ પ્રકાર ઉમેરવા માગે છે. કેરીની નવી જાત શોધવા માટે ભટ્ટી દેશના કોઈ પણ ભાગમાં જવા માટે હંમેશા તૈયાર રહે છે.