GujaratAhmedabad

લોનની ભરપાઈ ન કરતા અમદાવાદની આ શાળાને સીલ કરી દેવાઈ

અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલ લોટસ સ્કૂલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ શાળા ના ટ્રસ્ટના એક વ્યક્તિ દ્વારા બેંકમાંથી લોન લેવામાં આવી હતી. તેમ છતાં આ લોનની રકમ સમયસર ભરપાઈ ના કરવામાં આવતા બેંક દ્વારા શાળાને સીલ મારી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શાળાને સીલ મારવામાં આવતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો.

જાણકારી મુજબ, અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં લોટ્સ ઉચ્ચતર માધ્યમિક નામની શાળા આવેલી છે. જ્યારે આ અંદાજીત 35 વર્ષ જૂની હોવાની સામે આવેલ છે. પંજાબ નેશનલ બેંકમાંથી ભૂતકાળમાં સ્કૂલના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પૈકી દ્વારા સ્કૂલને મોર્ગેજ પર મૂકીને લોન લીધી હતી. ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડ લોનની રકમ સમયસર ભરવામાં આવેલ નહોતી. તેના લીધે સ્કૂલને લોન ભરવા માટે અનેક નોટિસ અપાઈ હતી. સ્કૂલનું બિલ્ડિંગ સીલ કરવા સુધીની પણ નોટિસ અપાઈ હતી.

તેની સાથે પંજાબ નેશનલ બેન્ક દ્વારા લોન ભરવા માટે શાળાને અવારનવાર નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં પણ લોન ભરવામાં આવેલ નહોતી. અંતે બેંક દ્વારા શુક્રવારના શાળાને સીલ મારી દેવામાં આવી હતી. એટલું જ નહીં બેંક સીલ ના ખોલવા માટેની નોટિસ ફટકારવામાં આવી હતી. શાળાને સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓને આજે ભણ્યા વગર જ ઘરે પરત આવવું પડ્યું હતું.

તેમ છતાં આ મામલામાં સ્કૂલના ટ્રસ્ટી રમણિક ભદ્રેશિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, લોનની રકમ ટૂંક સમયમાં ભરી દેવામાં આવશે. તેની સાથે આ કારણોસર આગામી દિવસોમાં શાળાનું સીલ ઓપન પણ થઈ જશે.