પંચમહાલના રહેણાક મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ત્રણ બુકીઓ ઝડપાયા, આઠ નામ ખુલ્યાં
ક્રિકેટ સટ્ટા બેટિંગના નેટવર્ક પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જ્યારે આજે આવી જ એક બાબત પંચમહાલના ગોધરાના ભુરાવાવથી સામે આવી છે. જેમાં ક્રિકેટ સટ્ટા બેટિંગના નેટવર્ક પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ત્રણ બુકીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે આ ત્રણ બુકીઓ પાસેથી 23 મોબાઈલ ફોન, 1 લેપટોપ સહિત 4.62 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, ગોધરાના ભુરાવાવ વિસ્તારના કૃષ્ણનગર સોસાયટીના મકાનમાંથી ક્રિકેટ સટ્ટો રમાડતા ત્રણ બુકીઓને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી ઝડપી પાડવામાં આવ્યા છે. તેની સાથે ઝડપાયેલા બુકીઓ પાસેથી 23 મોબાઈલ ફોન 1 લેપટોપ 1 ટેબલેટ DVR મળી કુલ 4 લાખ 62 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તેની સાથે જણાવી દઈએ કે, આરોપી વિનોદ મુલચંદાની, નિતીન ખેમનાની, કમલેશ અસનાની વિરુદ્ધ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.