South GujaratGujaratSurat

સુરત: બેંક મેનેજર આપઘાત કેસમાં ત્રણ માથાભારે શખ્સોની ધરપકડ, ૩૨ વર્ષીય યુવાને કર્યો હતો આપઘાત

સુરતમાં જુગાર ના રૂપિયા ની માથાભારે તત્વો દ્વારા ઉઘરાણી બાબતમાં ત્રાસ આપવામાં આવતા એક બેંકના મેનેજર દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બેંક કર્મચારી દ્વારા આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઈડ નોટ પણ લખવામાં આવી હતી. જેમાં સરથાણા વિસ્તાર ના ત્રણ માથાભારે વ્યક્તિઓના નામ પણ સુસાઈડ નોટમાં લખવામાં આવ્યા છે. સરથાણા પોલીસ દ્વારા સુસાઇડ નોટ ના આધારે ત્રાસ આપનાર ત્રણેય માથાભારે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, સરથાણા વિસ્તારમાં રહેનાર બેંક મેનેજર અતુલ દેવચંદ ભાલાળા દ્વારા ગત મંગળવારના રોજ ઝેરી દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો હતો. જેમાં સુરતના સરથાણા પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં રહેનાર ત્રણ માથાભારે વ્યક્તિઓ સામે  દુષપ્રેરણા નો ગુનો દાખલ તપાસ શરુ કરી હતી. આ મામલામાં સરથાણા પોલીસ દ્વારા ત્રણ ઈસમોની ધરપકડ  કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂપિયા ને લઈ માનસિક ત્રાસ આપનાર રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવનગરના ગારીયાધાર ના ભમરીયા ગામના વતની અતુલ દેવચંદ ભાલાળા પરિવાર સાથે સરથાણા શ્યામધામ ચોક નજીક આવેલા નિલમ બંગ્લોઝમાં રહી રહ્યા હતા. અતુલ પાસ નો કાર્યકર રહેલ હતો. તેના બે વર્ષ અગાઉ જ લગ્ન થયા હતા. અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાનું કામ કરતો હતો. એવામાં મંગળવાર સાંજ ના અતુલે ઝેરી દવા પી લીધી હતી. ત્યાર બાદ તેને મિત્રને ફોન કરીને કહ્યું કે તેને ઝેરી દવા પી લીધી છે. તેના લીધે મિત્ર ઘટનાસ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ ટૂંકી સારવાર બાદ અતુલનું મૃત્યુ નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, મૃતક અતુલ ભાલાળા દ્વારા સુસાઈડ નોટમાં કુખ્યાત ગેંગના માણસો નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ACP વિપુલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલા નો ત્રાસ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુસાઈડ નોટ મળતા સરથાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.  અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો તેની માથાભારે ઉઘરાણી કરવામાં આવી રહી હતી. અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. તેના લીધે અંતે કંટાળીને અતુલે આ પગલું ભર્યું હતું. હાલમાં દુષપ્રેરણા નો ગુનો દાખલ કરી આ મામલામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે. આ સિવાય સુસાઇડ નોટ પણ FSL માં મોકલીને તપાસ કરાશે.