રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ખેડાથી સામે આવ્યો છે.
ખેડાના નવાકુવા ગામ નજીક બે બાઈકનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં પિતા અને પુત્રનું નીપજ્યું હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે તેની નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. આ ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ ડાકોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી શરુ કરી હતી.
તમને જણાવી દઈએ કે, આ ઘટના મૃતકને લઈને સામે આવ્યું છે. નવાપુરા ગામમાં રહેતા પિતા અને પુત્રનું આ ઘટનામાં કરૂણ મોત નિપજ્યું છે. જેમાં મૃતક અરવિંદભાઈ જેકરિયા અને તેમના પુત્ર જયવીર અરવિંદભાઈ જેકારિયાનું આ ઘટનામાં મૃત્યુ થયું છે. આ ઘટનાના લીધે સમગ્ર ગામમાં શોકની મોંજુ છવાઈ ગયું છે. આ સિવાય ગણપતભાઇ બોડાણા નું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવું છે. . જ્યારે ગીરવત બોડાણા ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં ડોકર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.