GujaratRajkotSaurashtra

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ભરી લીધું અંતિમ પગલું..

આજ કાલ રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક પરણિતાએ સાસરિયાઓ દ્વારા સતત આપવામાં આવતા ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે હાલ તો પરિણીતાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે પોલીસે પણ આ મામલે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 3.5 વર્ષ પહેલા રાજકોટ ખાતે રહેતા સંદીપ નામના વ્યક્તિ સાથે યુવતીના લગ્ન થયા હતા. પરંતુ સંદીપના કુટુંબીજનોને આ લગ્ન મંજુર ના હોવાથી તેઓ ખુશ નહતા. પરંતુ સમય જતા કુટુંબીજનોએ તેમના આ લગ્નને સ્વીકારી લીધા હતા. પરંતુ સાસરિયાઓએ પરિણીતાને કરિયાવરમાં તેના પિયરમાંથી આપેલા સોના ચાંદીના ઘરેણાઓને તેમના કબજામાં લઈ લીધા હતા. આ સિવાય પિયરમાંથી બીજી ચીજ વસ્તુઓ લઈ આવવા માટે પણ સાસરિયાઓ સતત દબાણ કરતા હતા. દીકરીનું લગ્નજીવન સારું રહે તે હેતુથી પરિણીતાના પિતાએ લોન પર લઈને આપી હતી. ત્યારપછી પરંતુ ધીમે ધીમે પરિણીતાના સાસરિયાઓ સતત ડિમાન્ડ કરતા રહેતા હતા. પરિણીતાનો પતિ પણ પરિણીતાના પિતાને 50 હજાર રૂપિયાની લોન લઈ આપવા માટે સતત દબાણ કરતો હોવાથી તે લોનની રકમના હપ્તા પણ પરિણીતાના પિતાએ ભરેલા છે.

વધુમાં પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પરણિતા આ દિયર પ્રદીપને દારૂ પીવાની કુટેવ છે. પરિણીતાનો દિયર તેના એક મિત્ર સાથે દોસ્તી કરવા માટે પણ પરિણીતાને દબાણ કરતો હતો. જે મારી પરિણીતાને મંજુર ન હોવાના કારણે તેને માર મારવામાં આવતો હતો. મારી દીકરીના ચારિત્ર ઉપર પણ સાસરિયાઓ દ્વારા સતત શંકા કુશંકા કરવામાં આવતી હતી.

તમને જણાવી દઈએ કે, પતિ સંદીપ દ્વારા છેલ્લી દિવાળી પર 1.50 લાખ રૂપિયાનો iphone 14 લઈ આપવા બાબતે પણ પરિણીતા પર સતત ટોર્ચર કરતો હતો. ત્યારે પોતાના પતિ અને સાસરિયા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભરીને આપઘાત કર્યો છે.હાલ તો પોલીસે આ સમગ્ર મામલે પરિણીતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles