ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત કાર્યક્રમનો 100 કરોડ ખર્ચ કોણ કરવાનું છે? સરકારે હાથ ઊંચા કર્યા
અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે. તેમના સ્વાગતમાં મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાવાનો છે. પરંતુ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ’ નામની સંસ્થા દ્વારા યોજવાનો છે. પણ હવે સવાલ એ છે કે આ સમિતિ કોની છે, સમિતિમાં સભ્યો કોણ કોણ છે અને 100 કરોડનો ખર્ચ કોણ ભોગવવાવાનું છે?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આમાં સરકારનો સીધો કોઈ રોલ નથી, આપણે તો વ્યવસ્થા અને બીજું હોય છે.સમિતિમાં તોશહેરના નાગરિકો હોવા જોઈએ.
ડોનાલ્ડ અભિવાદન સમિતિની વાત આવતા જ ગુજરાતના સીએમ, અમદાવાદના મેયર બધા જ ચૂપ થઇ ગયા છે. ભાજપ કહે છે કે સ્વાગત કાર્યક્રમમાં તેમનો હાથ નથી. તો 100 કરોડ રૂપિયા અમદાવાદના નાગરિક ખર્ચશે એમ? પોલીસ કહે છે કે ટ્રમ્પ ને આમંત્રણ મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપાયું છે.દરેક લોકો અલગ અલગ વાત કરી રહ્યાં છે જે કોઈને ગળે ઉતરે એવી નથી.
અમદાવાદમાં હજારો પોસ્ટ, બેનરો લગાવવામાં આવ્યા છે પણ ક્યાંય ડોનાલ્ડ ટ્રેમ્પ નાગરિક અભિવાદન સમિતિ નો ઉલ્લેખ નથી. એકબાજુ સમિતિની વાત છે અને બીજી બાજુ બેનરો પર ભાજપના નેતાના ફોટો છે.કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી હતી કે ‘ડિયર PM, વિદેશ મંત્રાલય તો કુલડીમાં ગોળ ભાંગે છે!તમે તો કહો, ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ છે કોણ? યુએસ પ્રેસિડેન્ટને આ સમિતિએ ક્યારે આમંત્રણ આપ્યું અને તેણે ક્યારે સ્વીકાર્યું?