GujaratMadhya Gujarat

વડોદરામાં ભાજપના કાર્યકતા રાકેશ પાટણવાડિયા પર બે શખ્સોએ કર્યો હુમલો, ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ભાજપના કાર્યકર્તા પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરા ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પર બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ મામલામાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસ ફરિયાદના આધારે આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.

આ મામલામાં જાણકારી સામે આવી છે કે, વડોદરાના ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય રાકેશ પાટણવાડીયા પાંચ ઓગસ્ટના બામણ ગામમાં આવેલ તેમના બહેનના ઘરે ગયેલા હતા. ત્યાર બાદ ત્યાંથી તે રાત્રીના સમયે પોતાના ઘરે પરત આવી રહ્યા હતા. જ્યારે તે સમયે વડોદરાના નોવીનો ત્રણ રસ્તા નજીક તેમના મિત્રની તે રાહી જોઈ રહ્યા હતા. તે સમયે એક કાર આવીને આગળ ઉભી રહી અને કારમાંથી બંટી નામનો વ્યક્તિ બહાર આવ્યો અને રાકેશભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જ્યારે રાકેશભાઈને ગાળો બોલતા તે તેને ગાળો બોલવાની ના પાડી તો ઝઘડો વધુ ઉગ્ર બની ગયો હતો. ત્યાર બાદ કારમાંથી ભરત તાંબે નામનો વ્યક્તિ લઈને આવ્યો અને હુમલો કરી દીધો હતો.

ત્યાર બાદ બંટી અને ભરત દ્વારા બંનેએ થઈને રાકેશભાઈને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે સમયે સ્થાનિક લોકો ભેગા થઈ જતા આ લોકો નાસી ગયા હતા. ત્યાર બાદ રાકેશ પાટણવાડીયાને હાથ અને પગના ભાગમાં ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બંને વ્યક્તિઓ જૂની અદાવતના લીધે ભાજપ કાર્યકર રાકેશ પાટણવાડીયા પર હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં મકરપુરા પોલીસ દ્વારા ભરત અને બંટી વિરુદ્ધ ગુનો દાખલ આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.