GujaratAhmedabad

વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે બન્યો મોંઘો, ટોલ ફીમાં કરાયો અધધ વધારો..

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે અને નેશનલ હાઈવે 48 ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે તમે આ રસ્તા પર મુસાફરી કરવા જઈ રહ્યા છો તમે આ સમાચાર જરૂર વાંચી લેજો. કેમ કે આ રસ્તાઓ પર વડોદરા-અમદાવાદ વચ્ચે ટોલ ટેક્સમાં પાંચ રૂપિયાથી લઈને 15 રૂપિયા જેટલો વધારો કરાયો છે. IRB અમદાવાદ-વડોદરા સુપર એક્સપ્રેસ ટોલવે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે.

જાણકારી મુજબ, વડોદરાથી અમદાવાદ વચ્ચેની એક્સપ્રેસ વેની ટોલ ફીલ કાર-વાન જીપ જેવા વાહનો માટે ભાવ 135 રૂપિયા યથાવત રહેવાનો છે. તેમ છતાં વાસદથી વડોદરા આવવા માટે નેશનલ હાઈવે 48 પર ટોલ ફી પહેલા કાર-જીપ માટે 150 રૂપિયા હતો. તેમાં પાંચ રૂપિયા જેટલો વધારો કરતા 155 રૂપિયા થઈ ગયો છે. તેમ છતાં રઘવાણજ ખાતે કાર-જીપની ટોલ ફી 105 રૂપિયા યથાવત રહેવાનો છે.

તેની સાથે અમદાવાદ એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર વાહનોને વધુ ટોલ ટેક્સ ચુકવવો પડશે. તેમ છતાં સુત્રો અનુસાર આ વધારો 5 થી 15 રૂપિયા જેટલો રહેવાનો છે. નેશનલ હાઈવે 48 પર રઘવાણજ ખાતે જીપ-કારનો ટોલ યથાવત રહેવાનો છે. જે 105 રૂપિયા રહેલો છે. એલસીવી માટે 170 રૂપિયા, ટ્રક અને બસ માટે ટોલ 345 રૂપિયા થઈ ગયો છે. વાસદ ટોલનાકાથી વડોદરા આવવા માટે ટોલ ફી જીપ-કાર માટે 155 રૂપિયા, એલસીવી માટે 240 રૂપિયા, બસ કે ટ્રક માટે 490 રૂપિયા ચુકવવો પડશે.

તેની સાથે કંપનીઓ દર વર્ષે પ્રથમ એપ્રિલથી ટોલ ટેક્સમાં ફેરફાર કરે છે. પરંતુ આ ફેરફારને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરી અપાઈ છે. આ વધારો પ્રથમ એપ્રિલથી અમલમાં મુકાશે.