Vadodara

વડોદરાની ફેશન ડિઝાઈનરને ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરવું પડ્યું ભારે, જાણો શું સમગ્ર મામલો?

10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયામાં યોગની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં આ દિવસે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. એવામાં યોગ દિવસના વડોદરાની ફેશન ડિઝાઈનરને ભારે પડ્યું છે. SGPC દ્વારા ફેશન ડિઝાઈનર અર્ચના મકવાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના દ્વારા યોગ દિવસ પર અમૃતસરમાં શ્રી દરબાર સાહિબમાં યોગ કરવામાં આવ્યો હતો. તેના સિવાય ફરજમાં બેદરકારી દાખવનાર SGPC ના ત્રણ કર્મચારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જાણકારી અનુસાર, 21 જૂનના એવોર્ડ લેવા માટે દિલ્હી આવેલી અર્ચના મકવાણા અમૃતસરમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અર્ચના યોગા પર્ફોર્મર હોવાની સાથે તે અલગ-અલગ જગ્યા પર યોગ પોઝ પોસ્ટ કરતી રહે છે. એવામાં ઇન્સ્ટાગ્રામ પર અમૃતસરમાં શ્રી હરમંદિર સાહિબની શોભાયાત્રામાં યોગ કરીને ફોટોસ શેર કરવામાં આવ્યો હતો.

તેના લીધે આ ફોટોસ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો હતો. ત્યાર બાદ SGPC તરફથી આ ફોટોસ ધ્યાનમાં લેવામાં આવ્યા અને શીખોની લાગણી અને સન્માનને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ દાખલ કરી હતી. તેમ છતાં અર્ચના દ્વારા ઈન્સ્ટાગ્રામ પરથી ફોટોસ દૂર કરી લેવામાં આવ્યા અને તેમના દ્વારા માફી પણ માંગી લેવામાં આવી છે. આ સિવાય અર્ચનાનો આરોપ છે કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પ્રાપ્ત થઈ રહી છે. આ દરમિયાન SGPC આગળની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ત્રણ SGPC કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ તેમની નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા અને 5000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.