GujaratSouth GujaratValsad

સિનિયર સીટીઝનોને લૂંટનારી ઈરાની ગેંગને વલસાડ પોલીસે દબોચી લીધી

દેશના અનેક રાજ્યોમાં પોતાની પોલીસ તરીકે ઓળખ આપીને સિનિયર સીટીઝન સાથે છેતરપિંડી આચરનારી ઈરાની ગેંગને વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડી છે. પિતા પુત્ર બંને આ કુખ્યાત ગેંગના મુખ્ય સૂત્રધારો છે. આ લોકો આખો પરિવાર પણ અનેક ગુનાખોરીમાં સંડોવાયેલો હતો. આ ગેંગ પોતે પોલીસ છે એવી ઓળખ આપીને સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી કરી અને તેમના ઘરેણાં ઉતરાવતી અને આંખના પલકારામાં જ છુંમંતર થઈ જતી હતી. આમ ગેંગના મુખ્ય સૂત્રધારો એવા પિતા પુત્રની વલસાડ જિલ્લા પોલીસે ધરપકડ કરીને બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઈરાની ગેંગ છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વલસાડ અને આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તેમજ દેશના બીજા રાજ્યોમાં સિનિયર સીટીઝન સાથે છેતરપિંડી આચરી રહી હતી. આ ગેંગ સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરતી હતી. પોતે પોલીસ છે તેવી ઓળખ આપીને આરોપીઓ સિનિયર સિટીજન પાસેથી ઘરેણાં ઉતરાવતા હતા અને પળવારમાં જ ત્યાંથી ફરાર થઇ જતા હતા. આ ગેંગ ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી વલસાડ, વાપી સહિત અનેક વિસ્તારોમાં આ રીતે સિનિયર સિટીઝનો સાથે છેતરપિંડી આચરી રહી હતી.

આ પણ વાંચો: પિતા વિહોણી દીકરીઓને શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અનોખી પહેલ

આ પણ વાંચો: Video: યુવક ચોરી કરવા ગયો પણ માલિકે તેને સ્થળ પર જ પકડી લીધો, લોકોએ કહ્યું- ‘શું ચોર બનીશ તું’

ત્યારે આ પ્રકારના બે ગુનાઓ વાપી પોલીસના ચોપડે નોંધાતા ઈરાની ગેંગને પકડી પાડવા વલસાડ જિલ્લા પોલીસે તાજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન વાતમીના આધારે વલસાડ જિલ્લા એલસીબી પોલીસે બે આરોપીઓની વાપી ખાતેથી અટકાયત કરી હતી. ત્યારબાદ આરોપીઓની કડકાઇથી પૂછપરછ કરતા તેઓ ઈરાની ગેંગના સભ્યો હોવાનું જણાવ્યું હતુ. અને તેમણે પોતાનો ગુનાની કબૂલાત કરી લીધી હતી.

તમને જણાવી દઈએ કે, પોલીસે ધરપકડ કરેલ બંને આરોપીઓમાં એક 76 વર્ષની ઉંમરના કામ્બર અલી જાફરી છે તો બીજો આરોપી તેનો જ 58 વર્ષનો પુત્ર નાદર અલી જાફર છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના ભિવંડી ખાતે વસવાટ કરે છે.તપાસમાં સામે આવ્યું કે, આ ઈરાની ગેંગના મુખ્ય સૂત્રધાર એવા પિતા પુત્રના ઘરના પરિવારની મહિલાઓ પણ અનેક ગુનાઓમાં સામેલ હતી. પરિવારના પુરુષો આ પ્રકારે લોકો પાસેરહી લૂંટ ચલાવતા અને મહિલાઓ તે લૂંટના માલને વેચવા જતી હતી. આમ આ ગેંગે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના બીજા રાજ્યોમાં પણ આ જ રીતે લૂંટ ચલાવીને તરખાટ મચાવ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.