રાજ્યમાં થોડા દિવસો થી વરસાદે વિરામ લીધેલો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસથી વરસાદી માહોલ ની આગાહી કરવામાં આવી છે. તેની સાથે રાજ્ય પર ઓફશોર ટ્રફ સક્રિય થવાના લીધે પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 506 મિમી વરસાદ વરસ્યો છે. રાજ્યમાં તેની સાથે સામાન્ય કરતા 15 % ટકા વધુ રહેલો છે.
તેની સાથે આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ માં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે, આજે વરસાદની કોઈ આગાહી કરી નથી પરંતુ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા ઓ વ્યક્ત કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે નવસારી, નવસાડ તેમજ બનાસકાંઠા અને મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા અને વડોદરામાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.